ગોધરા,ગોધરા શહેરા ભાગોળ રેલ્વે ફાટક પાસે અન્ડર બ્રીજની કામગીરી શરૂ કરવાની હોય કોન્ટ્રાકટર દ્વારા મશીનરી ગોઠવી દેવામાં આવી છે પરંતુ પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલની કેનાલની શીફટીંગની કામગીરી ધીમી ચાલતા અન્ડર પાસની કામગીરી અટકી છે.
ગોધરા શહેરના નાગરિકોના કાયમી પ્રશ્ર્ન એવા શહેરા ભાગોળ રેલ્વે ફાટકના સ્થાને અંન્ડર બ્રીજ બને તો ફાટકની સામેની બાજુના રહિશો તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો માટે કાયમાી રેલ્વે ફાટકની સમસ્યાથી છુટકારો મળે તેવી શહેરા ભાગોળ રેલ્વે ફાટક પાસે અન્ડર બ્રીજની કામગીરી હવે શરૂ થવા જઈ રહી છે. રેલ્વે અન્ડર બ્રીજની કામગીરી કરતાં કોન્ટ્રાકટર દ્વારા મશીનરી ગોઠવી દેવામાં આવી છે. ટુંક સમયમાં અન્ડર બ્રીજની કામગીરી શરૂ કરાય તે પહેલા પ્રાંત અધિકારી અને રેલ્વેના અધિકારીઓ દ્વારા બસ સ્ટેન્ડ થી સિગ્નલ ફળીયા ગળનાળા સુધી ટ્રાફિકની સમસ્યાનું નિરીક્ષણ કરી લેવામાં આવ્યું છે. ટુંંક સમયમાં જીલ્લા કલેકટર દ્વારા રેલ્વે અન્ડર બ્રીજને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે પરંતુ અન્ડર બ્રીજની કામગીરી શરૂ થાય તે પહેલા ગોધરા પાલિકા દ્વારા રેલ્વે ફાટકને અડીને આવેલ વરસાદી પાણીના નિકાલવાળી કેનાલ (કાંસ) શીફટીંંગની કામગીરી ગોકળગતિથી કરાઈ રહી છે. જેને લઈ અન્ડર બ્રીજની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. અન્ડર બ્રીજની કામગીરી કરનાર કોન્ટ્રાકટર દ્વારા જણાવ્યું કે, અન્ડર પાસ બ્રીજ માટે જે મશીનરી ગોઠવી છે. તે મશીનનુંં ભાડું મહિનાનું બે લાખ ચુકવવામાં આવે છે. પાલિકા વરસાદી કાંસની કામગીરી પુરી કરે તો અન્ડર બ્રીજની કામગીરી ઝડપીથી શરૂ થાય તેમ છે.