ગોધરા શહેર ભાગોળ પાસે રેલ્વે ફાટક પાસે અન્ડર પાસ બનાવવાની કામગીરી ટુંક સમયમાંં શરૂ કરાશે

ગોધરા,પંચમહાલ જીલ્લા માંથી પસાર થતો રેલ્વે માર્ગ ગોધરા શહેર માંથી પણ પસાર થાય છે. આ મહત્વનો માર્ગ દિલ્લી-મુંબઈ કોરીડોરને જોડે છે. ત્યારે ગોધરાની શહેરા ભાગોળ ખાતે પાછલા ઘણાં વરસોથી અન્ડર પાસ અથવા ઓવરબ્રીજ બનાવવાની માંગ નગરજનો દ્વારા સરકાર પાસે કરવામા આવી રહી હતી. જેના પગલે સામાજીક સંસ્થાઓ, જાગૃત નાગરિકો દ્વારા પણ ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી હતી.

જેના પગલે ગોધરા વિધાનસભાનાં ધારાસભ્ય સી.કે. રાઉલજી દ્વારા પણ આ મામલે સરકારમાં રજૂઆત સાથે અથાગ પ્રયત્નો કર્યા હતા. જેના ફળ સ્વરૂપે મોડા મોડા પણ અહી અન્ડરપાસ બનાવવાની મંજુરી સરકારમાંથી મેળવી લેવામાં સફળતા મળી છે. હાલમા જોવામા આવે તો આગામી સમયમાં ગોધરા શહેરવાસીઓને ખુશીના સમાચાર મળી શકે તેમ છે. થોડાસમયમા અહી અન્ડરપાસ બનાવ વાની કામગીરી શરૂ કરવામા આવશે. આ અંડરપાસ બનવાથી અહીની ટ્રાફીક સમસ્યાનો અંત આવશે. અન્ડરપાસ ન હોવાના કારણે અહી પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ત્યારે હવે અન્ડર પાસ બની જવાથી મુશ્કેલીઓનો સામનો કરવો નહી પડે.

ગોધરા શહેરના શહેરા ભાગોળ રેલવે ફાટકના અંડરપાસ બ્રીજની કામગીરી બાબતે હાલમાં ગોધરાના શહેરા ભાગોળ રેલ્વે ફાટકની બહાર એક વરસાદી કાસની કેનાલ આવેલી છે અને તેની નગરપાલિકા દ્વારા શિફ્ટિંગ કરી આપવામાં આવે તો ટૂંક જ સમયમાં અંડરપાસની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. બીજી બાજુ હાલ રેલ્વેના ઇલેક્ટ્રીક વિભાગ દ્વારા રેલ્વે લાઈનની ચેકિંગ હાથ ધરવામાં આવી છે. કારણકે અંડરપાસ ની કામગીરી દરમિયાન કોઈ તકલીફના પડે તે માટે કામગીરી ચાલી રહી છે.હાલ તો ગોધરા શહેરા ભાગોળ ફાટકથી ભુરાવાવ ચાર રસ્તા સુધીનો રસ્તો અંડરપાસ બ્રીજની કામગીરીના લીધે બંધ કરાવવા માટે જાહેરમાં બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.

ગોધરા શહેરમાં વર્ષો જૂની શહેરા ભાગોળ રેલવે ફાટકની સમસ્યાઓથી રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે તકલીફો પડી રહી હતી. ઘણી વખતે એક સાથે ચાર-ચાર ટ્રેનોને પસાર થયા બાદ ફાટકને ખોલવામાં આવતી હતી. જેના લીધે નોકરિયાત વર્ગ અને ઈમરજન્સી દર્દીઓને લઇ જવા માટે ભારે તકલીફ પડતી હતી.જે અંગે ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા તેમજ તંત્રના સારા પ્રયાસથી આજે ગોધરા રેલવે ફાટકની અંડરપાસ બ્રીજની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, શહેરા ભાગોળ રેલવે ફાટક પાસે બે બે વખત ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા પરંતુ તેની કામગીરી કરવામાં આવતી નથી. પરંતુ ફરી એકવાર જિલ્લા તંત્ર અને રેલવે તંત્રના અથાગ પ્રયાસથી આજે શહેરા ભાગોળ રેલવે ફાટક પાસે અંડરપાસ બ્રિજ બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.અંડરપાસ બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવે ત્યારે આજુબાજુમાં જે લોકો રહે છે, તેમજ લારી ગલ્લાવાળા શાકભાજીના પથારાવાળાને કોઈ નુકશાન ન થાય તેમજ તેમણે દુકાનના મકાનો દબાણમાં દબાઈ ન જાય અને અન્ય કોઈ સમસ્યાઓ ઊભી ન થાય તેની તકેદારી રાખવા માટે પણ તેઓએ માગ કરી હતી.