- વયોવૃધ્ધ ખાડામાં પડતા બચ્યા.
- પાઈપો આવી હોવા છતાં કામગીરી પુરી કરવામાં ઢીલાશ.
- ચોમાસાના વરસાદ પહેલા પાઈપો નાખી ખાડાઓ પુરવા માંગ.
ગોધરા, ગોધરા શહેરા ભાગોળ રેલ્વે ફાટક ખાતે અંડર બ્રીજની કામગીરી શરૂ કરાઈ છે. સાથે પાલિકા દ્વરા પાણીના નિકાલ માટે ખાડાઓ ખોદવામાં આવ્યા છે. ખાડાઓ ખોદી નાખવાને લીધે અવરજવર કરતા રાહદારીઓ તેમજ સ્કુલમાં અભ્યાસ અર્થે જતાં વિદ્યાર્થીઓ ખોદવામાં આવેલ ખાડો જોખમી બન્યા છે. ત્યારે પાણીના નિકાલ માટ9ઠે પાઈપો નાખી ખાડાઓ પુરવામાં આવે તે જરૂરી છે. ખોદવામાં આવેલ ખાડાને લઈ વૃધ્ધ ખાડામાં પડતા બચ્યા છે.
ગોધરા શહેરા ભાગોળ રેલ્વે ફાટક પાસે અંડર બ્રીજ ગરનાળાની કામગીરી હાથ ધરાઈ છે. અંડર બ્રીજની કામગીરી થાય તે પહેલા પાલિકા વિસ્તારો માંથી ગંદા પાણીના નિકાલ અને વરસાદી પાણીના નિકાલ ધરાવતી કાંસનું કામ પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું. જેના ભાગરૂપે પાલિકા દ્વારા એક માસથી પાણીના નિકાલની પાઈપો નાખવા માટે ખોદકામ કરી દેવામાં આવ્યું છે. રેલ્વે ફાટક ક્રોસીંગ પાસે ખાડાઓ ખોદી નાખવામાં આવ્યા છે. જેને લઈ રાહદારીઓ તેમજ સ્કુલમાં અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓ માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. કોઈ રાહદારી શરતચૂકથી ખાડામાં ખાબડે તો જીવ જોદમમાંં મુકાઈ શકે છે. આ વિસ્તામાં રહેતા 77 વર્ષીય વયોવૃધ્ધ દુકાન ઉપર ધરે જઈ રહ્યા હતા. ખાડા ઉપરથી પસાર થતી વેળાએ ખાડામાં પડી જતાં આકસ્મીક બચી ગયા હોય તેવા સીસી ટીવીમાં દ્દશ્યો કેદ થયા હતા. જો વયોવૃધ્ધ આ ખાડામાં પડયા હોત તો જીવ જોખમમાં મુકયો હોત રેલ્વે ફાટક પાસે પાલિકા દ્વારા પાણીના નિકાલ માટે પાઈપો નાખવા માટે ખાડા તો ખોદીને મુકયા છે. પરંતુ જો ખાડાઓ વેળાસર પાઈપો નાખી નહિ પુરવામાં આવે તો ચોમાસાના વરસાદની સીજનમાં પસાર થતાં રાહદારીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા શહેરા ભાગોળ ફાટક પાસે પાણીના નિકાલ માટે ખોદેલ ખાડાઓ કોઈનો જીવ જોખમાય તે પહેલા પુરવામાં આવે તે જરૂરી છે.