ગોધરા શહેરા ભાગોળ ફાટક પાસે માલગાડીની અડફેટમાં અજાણ્યા યુવકનુ મોત

ગોધરા,

ગોધરા શહેરા ભાગોળ રેલ્વે ફાટક પાસે માલગાડીની અડફેટમાં આવેલ અજાણ્યા યુવકનુ ટ્રેનની અડફેટમાં આવી જતા મોત થતાં રેલ્વે પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી. અને મૃતદેહને સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેરા ભાગોળ રેલ્વે ફાટક પાસે સવારે માલગાડી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેક પાસે ઉભેલ અજાણ્યો યુવક ટ્રેનની અડફેટમાં આવી ગયો હતો. ટ્રેનની અડફેટમાં આવેલ યુવાનનુ ધટના સ્થળે મોત થવા પામ્યુ હતુ. ધટનાની જાણ રેલ્વે પોલીસને થતાં પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી. અને મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.