ગોધરા શહેરા ભાગોળ આધ્યા મહેશ્ર્વરી સોસાયટીની પરણિતાએ પતિ અને સાસરીયાના ત્રાસથી ફિનાઈલ પી જતાંં ફરિયાદ.

ગોધરા, ગોધરા આધ્યા મહેશ્ર્વરી સોસાયટી શહેરા ભાગોળમાં રહેતી પરણિતાને સંતાનમાં દિકરીનો જન્મ થતાં પતિ અને સાસરીયા દ્વારા શારીરિક માનસીક ત્રાસ આપતાં પરણિતા ફિનાઈલ પી જતાં આ બાબતે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા શહેરા ભાગોળ મહેશ્ર્વરી સોસાયટીમાં રહેતા અંજલીબેનને સંતાનમાં દિકરીનો જન્મ થતાં સાસરીયા દિકરા-દિકરીમાં ભેદભાવ રાખી પતિ અને સાસરીયાઓ દ્વારા પરણિતાને ત્રાસ આપતા હોય સાસરીયા અને પતિના ત્રાસથી કંટાળીને લાગી આવતાં ફિનાઈલની ડબ્બીમાં એક ધુંંટ ફિનાઈલ પી જતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા તેમજ આ બાબતે સાસરીયા અને પતિ વિરૂદ્ધ બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.