ગોધરા શહેરા ખાતે આવેલ વિવિધ સરકારી કચેરી અંદર બહાર અસહ્ય ગંદકીને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. જીલ્લાના મુખ્ય મથકની કચેરીમાં કામ અર્થે આવતાં અરજદારોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડતી હોય ત્યારે ઉપયોગી પગલા ભરવા આવે તેવી માંગ પંંચમહાલ જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા કરાઈ છે.
પંચમહાલ જીલ્લામાં હાલ ચાંદીપુરા વાયરસને લઈ સાત બાળકોના મોત નિપજાવા પામ્યા છે. આ ગંભીર પરિસ્થિતી છે. હાલ ચોમાસાની સીઝન છે. જીલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલ સરકારી કચેરીઓમાં મોટા પ્રમાણમાંં અરજદારો આવતા હોય છે. ત્યારે સરકારી કચેરીઓ તેમજ કચેરીની બહાર ભારે ગંદકીને લઇ કર્મચારીઓ તેમજ અરજદારો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સરકારી કચેરી બહાર અને અંદરની સાફ સફાઈ માટે તંત્ર નિષ્ફળ છે.
ગંંદકીને લઈ મચ્છર, માખીનો ઉપદ્રવ વધી રહ્યો છે. સાથે ગોધરા શહેરના બસ સ્ટેશન સંકુલ, નર્સીંગ કોલેજ, દલુનીવાડી સરકારી શાળા, કૅમ્પસની આસપાસનો વિસ્તાર તેમજ પશુ દવાખાના પાસે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે ચોમાસાની સીઝનમાં મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તેને લઈ સાફ-સફાઈની કામગીરી કરવામાં આવે તેવી લેખિત રજુઆત પંચમહાલ જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા રાજ્યના મુખ્યમંંત્રીને લેખિત રજુઆત કરાઈ છે.