ગોધરા શહેરના સાંપા રોડ ઉપર આવેલ રમણ પાર્ક સોસાયટીમાં વરસાદી પાણી ભરાવા અંગે વર્ષો જૂના પ્રશ્ર્નનું સમાધાન કરતું તંત્ર

  • મહેસુલ,આર એન્ડ બી તથા નગરપાલીકાની ટીમ દ્વારા કંપાઉન્ડ વોલ/બાંધકામને દૂર કરીને વરસાદી પાણીનો નિકાલ કરાયો

ગોધરા શહેરમાં સતત ત્રણ દિવસ પડેલ ભારે વરસાદના કારણે ગોધરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયુ હતું. પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારના માર્ગદર્શન તથા પ્રેરક ઉપસ્થિતિ હેઠળ લીધેલ મુલાકાત દરમ્યાન શહેરના સાંપા રોડ, પંચવટી પાસે આવેલ રમણ પાર્ક સોસાયટીમાં વરસાદી પાણી ભરાયેલું ધ્યાને આવતા તેમજ મુલાકાત વેળા સ્થાનિક લોકો દ્વારા ઘણા વર્ષોથી આ પ્રકારે વરસાદી પાણી ભરાતું હોવા અંગે અને તેનાથી તેઓનું રોજીંદુ જન જીવન ખોરવાતું હોવા અંગે રજુઆત કરાઈ હતી. જે અન્વયે તા.30 ઓગસ્ટ 2024ના રોજ મહેસુલ, આર એન્ડ બી તથા નગરપાલીકાના અધિકારી/ કર્મચારીશ્રીઓની ટીમ દ્વારા આ સ્થળનું નિરીક્ષણ કરીને પાણીના નિકાલને નડતર રૂપ કમ્પાઉન્ડ વોલ/ બાંધકામને દૂર કરી તથા લેવલીંગની કામગીરી કરી,ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ કરી વર્ષો જુના પ્રશ્નનું સમાધાન કરેલ છે,તેમ ગોધરા પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જૈતાવત દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.