ગોધરા શહેરના વૃદ્ધાશ્રમ નજીક રહેતા 35 વર્ષીય પુરૂષને ખેંચ આવતા મૃત્યુ પામ્યો

ગોધરા, પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા શહેરના કનેલાવ તળાવ નજીક આવેલ વૃદ્ધાશ્રમ નજીક રહેતા દિલીપભાઈ શંકરભાઈ બારીયાએ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે અકસ્માતે મોત અન્વયે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગત 24 તારીખે બપોરના અરસામાં 35 વર્ષીય રાજુભાઈ કાંતિભાઈ બારીયાને અચાનક ખેંચ આવી હતી. આમ, ખેંચ આવવાને કારણે 35 વર્ષીય યુવાનનું સારવાર મળે તે પહેલા ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.