ગોધરા શહેરના વિવિધ વિસ્તારમાં એક જ રાત્રિએ ત્રણ મકાનના તાળા તોડી ચોરીને અંજામ આપતા તસ્કરો

ગોધરા, ગોધરા શહેરના સોસાયટી વિસ્તારમાં ધરફોડ ચોરીનો તરખાત એક જ રાત્રિમાં વિવિધ સોસાયટીના ત્રણ મકાનોને ચોર ઈસમોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. જે પોલીસની નાઈટ પેટ્રોલિંગ સામે પણ પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે. બંધ મકાનોને ટાર્ગેટ બનાવી કરતી ટોળકી સક્રિય બની પોલીસને ચેલેન્જ કરતી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

ગોધરા શહેરમાં ચોરીના ત્રણ બનાવોમાં પ્રથમ બનાવ સાંપા રોડ પંચવટી-2માં દર્શન ટેનામેન્ટમાં રહેતા જયેશકુમાર મંજીભાઈ પટેલના બંધ મકાનને 17 એપ્રિલના રોજ રાત્રિના સમયે ચોર ઈસમોએ નિશાન બનાવ્યુ હતુ. બંધ મકાનના દરવાજાનુ તાળુ નકુચા સાથે તોડી ધરમાં પ્રવેશ કરી તિજોરમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ 63,000/-રૂપિયાની મત્તાની ચોરી કરી જતાં ગોધરા એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

ચોરીના બીજા બનાવમાં ગોધરાના બામરોલી રોડ દિપાલી સોસાયટીમાં રહેતા દિપકકુમાર બબનભાઈ વિસવાણીના બંધ મકાનને 17 એપ્રિલની રાત્રિના સમયે ચોર ઈસમોએ નિશાન બનાવ્યુ હતુ.ધરના દરવાજાનુ તાળુ નકુચા સાથે તોડી ધરમાં પ્રવેશ કર્યો હતો અને ધરમાં રાખેલ કબાટમાંથી ચાંદીના દાગીના કિ.રૂ.33,000/-અને રોકડ 7,500/-મળી કુલ 40,500/-રૂ.ના મત્તાની ચોરી કરી ચોર ઈસમો ફરાર થયા હતા.

જયારે ચોરીના ત્રીજા બનાવમાં ભુરાવાવ વિસ્તારમાં આવેલ બ્રહ્મા સોસાયટીમાં રહેતા કિશોરસિંહ છત્રસિંહ છાસરીયાના બંધ મકાનને ચોર ઈસમો ધરના મુખ્ય દરવાજાને મારેલ તાળુ નકુચા સાથે તોડી ધરમાં પ્રવેશ કરી અને કબાટમાં મુકી રાખેલ સોના-ચાંદીના દાગીના કિ.રૂ.19,000/-મત્તાની ચોરી કરી જતાં એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

ધરફોડ ચોર ઈસમોએ રાત્રિના સમયે પોલીસના ડર વગર જે રીતે ચોરીને અંજામ આપ્યો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય ત્યારે પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે તે જરૂરી છે.