ગોધરા, પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા શહેરના વાવડી બુઝર્ગ વિસ્તારમાં આવેલ રામ પાર્ક-2 સોસાયટીમાં રહેતા બંસીલાલ અંબાલાલ મરોડિયા ગત 11 એપ્રિલ સવારે સાડા દસ કલાકે પોતાના ઘરનો કરિયાણાનો સામાન ખરીદવા માટે સિંધીની દુકાને ગયા હતા. બંસીલાલ મરોડીયા પોતાનો સામાન લઈને ગોધરા શહેરના વાવડી બુઝર્ગ વિસ્તારમાં દાહોદ રોડ પર આવેલ રાજુ ટેલરની દુકાનની સામે ઊભા હતા. ત્યારે પૂરઝડપે આવેલા એક બાઇકચાલકે બંસીલાલને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બંસીલાલને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ લોકટોળું એકઠું થતાં બાઈકચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બાઈકચાલક સામે બાઇકના નંબરના આધારે તા.11 એપ્રિલ ગુરૂવારે અઢી કલાકે ગોધરા શહેર અ ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે.