ગોધરા શહેર વડોદરા હાઈવે રોડ અમદાવાદી સોડા ફાઉન્ટનની બાજુમાં ફરિયાદી પાસેથી આરોપીએ 1 લાખ રૂપિયા માંગતા હોય જેથી ફરિયાદીએ મારી પાસે નથી આવશે એટલે આપી દઈશ તેમ કહેતા ચાર ઈસમોએ ભેગા મળીને માર મારી ઈજાઓ પહોંચાડી હતી. અને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા આ બાબતે ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેર વડોદરા હાઈવે રોડ અમદાવાદી સોડા ફાઉન્ટનની પાસે ફરિયાદી નફીસ અહેમદ આરીફ મામજી પાસેથી આરોપી મોહસીન આદમ પટેલ એક લાખ રૂપિયા આપેલ હોય તેની માંગણી કરી ત્યારે નફીસ મામજીએ મારી પાસે પૈસા નથી આવશે એટલે આપી દઈશે તેમ કહેતા મોહસીન પટેલ ઉશ્કેરાઈ ગયો હતો અને ગડદાપાટુનો માર માર્યો હતો. જયારે અન્ય ઈસમો મુસ્તાક અજીજ કઠડી, મુજફફર રજજાક હયાત, ફેૈઝાન ઈકબાલ હેબટ એ લોખંડની પાઈપ વડે હાથ અને પગના ભાગે માર મારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ બાબતે ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.