- પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું.જેમાં કુલ 22 યુગલોનાં સમુહ લગ્ન કરાવ્યા હતા.
ગોધરા,
ગોધરા શહેરના પહેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 22 યુગલો આ સમૂહ લગ્નમાં લગ્નગ્રંથિથી જોડાયાં હતા. ગોધરા શહેરના કુબા મસ્જિદ પાસે હુસેની ચોકમાં પહેલ ચેરીટેબલ ટ્રસ્ટ, ગોધરા દ્વારા પ્રથમવાર પહેલ કરી ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ સમૂહ લગ્નનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ યુવક-યુવતીઓના લગ્ન નાણાંભીડના કારણે થઈ શકતા નથી અને તેઓના લગ્નમાં રૂકાવટ આવે છે. ત્યારે પહેલ ચેરીટેબલ ટ્રસ્ટ ગોધરા દ્વારા દુલ્હન પાસે થી માત્ર રૂ.111 અને દુલ્હા પાસેથી માત્ર રૂ.1111 નજીવી રકમ લઈ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં દાતાઓ તેમજ સમાજના ભાઈઓ અને બહેનોનો ખૂબ સાથ સહકાર મળ્યો હતો. ત્યારે દુલ્હા અને દુલ્હનને આશીર્વાદ આપવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.