ગોધરા શહેરના કડીયાવાડ વિસ્તારમાં સસ્તા અનાજનો જથ્થો છકડામાં સગેવગે કરનાર અનાજ માફીયા સામે કાર્યવાહી થશે ખરી ?

ગોધરા,
ગોધરા શહેરના કડીયાવાડ વિસ્તારમાં ગરીબોના હકકનું અનાજ બારોબાર આટા મીલોમાં વેચાણ કરતાં હોય ત્યારે પુરવઠા વિભાગ તપાસ કરી કાર્યવાહી કરે તે જરૂરી છે.

ગોધરાના કડીયાવાડ વિસ્તારમાં સરકારી અનાજ ગરીબોના હકકનું અનાજ સગેવગે કરતા હોય છે. સસ્તા અનાજના દુકાનદાર અને અનાજ માફીયા અમુક ચોકકસ છકડાઓ અને સાધનોમાં સરકારી અનાજનો જથ્થો ભરી તે સગેવગે કરે છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે આ અનાજ માફીયા દ્વારા આટલા મોટાપ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવામાં આવી રહ્યો છે. ગોધરામાં અમુક નિયત અને ચોકકસ છકડાઓમાં ફકત સરકારી અનાજના જથ્થાની હેરાફેરી થતી હોય ત્યારે પ્રશાસન દ્વારા સરકારી અનાજના જથ્થાની હેરાફેરી કરતાં છકડાને ઝડપી પાડી પોલીસ ફરિયાદ નોંધી પુછપરછ કરાય તો કડીયાવાડ વિસ્તારમાં સરકારી અનાજના અનાજ માફિયાઓની કરતુત બહાર આવે તેમ છે.