ગોધરા શહેરના ડોડપા ફળીયામાં બે જુગારીયાને પોલીસે ઝડપ્યા

ગોધરા,ગોધરા શહેરના ડોડપા ફળિયામાં આવેલા ભોઈવાડામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા બે જુગારિયાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા.પોલીસે રૂ.11,340 કબ્જે કર્યા હતા.

ગોધરા શહેરના ડોડપા ફળિયામાં આવેલા ભોઈવાડામાં ભીખા મછાર પોતાનો આર્થિક લાભ મેળવવાના આશયે જાહેરમાં ખુલ્લામાં આંક ફરકનો વરલી મટકાનો આંકડાનો હાર જીતનો જુગાર રમી રમાડી રહ્યો છે. તેવી બાતમી ગોધરા શહેર બી ડિવિજન પોલીસ ને મળી હતી.જે બાતમી આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા બે જુગારીઓ ઝડપાઇ જવા પામ્યા હતા.જેઓની પાસેથી રૂ.11340 કબ્જે કર્યા હતા. પોલીસે આ કાર્યવાહી દરમિયાન રાજેન્દ્ર ઉર્ફે લાલો નાનું બારીઆ અને તુષાર રાજુભાઈ ભગોરાની ધરપકડ કરી હતી. જ્યારે જુગાર રમાડનાર ભીખા મછારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.