ગોધરા, ગોધરા તાલુકાના ઓરવાડા ગામે આવેલ નંદાપૂરા ઇન્દિરા કોલોનીમાં રહેતા પ્રહલાદ શિવરામભાઈ વણઝારા હોમગાર્ડ જવાન તરીકે ફરજ બજાવે છે. ગત 19 માર્ચે રાત્રીના દસ વાગ્યાના સુમારે તેઓ પોતાની ફરજ પૂર્ણ કરીને બાઈક લઇને પોતાના ઘરે જઈ રહ્યા હતા. પૂરપાટ બાઈક લઈને પ્રહલાદ વણઝારા ગોધરા દાહોદ હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ બાઈક આડે કૂતરૂં આવી ગયું હતું. જેને લઇને અચાનક બ્રેક મારતાં બાઈક સ્લીપ ખાઇ ગઇ હતી. બાઈક પરથી ફંગોળાયેલા પ્રહલાદ વણઝારાને પગના ભાગે ફ્રેકચર થયું હતું. સમગ્ર ઘટનાને લઈને તા 26 માર્ચ મંગળવારે બપોરે ચાર કલાકે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે અકસ્માત થયાની ફરિયાદ નોંધાવા પામી છે.