ગોધરા,ગોધરા શહેરના ચાચર ચોકમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ કાર્યકરો દ્વારા કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સાથે સાથે કોંગ્રેસનું પૂતળાદહન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે, ક્રોંગ્રેસ પાર્ટી એ કર્ણાટક રાજ્યના ચુનાવ દરમિયાન પોતાના મેનીફિસ્ટોમાં સીમી અને પીએફઆઇ જેવી આતંકવાદી સંગઠન સાથે બજરંગ દળ જેવી રાષ્ટ્ર ભક્ત સંસ્થાને બદનામ કરવાનું ષડયંત્ર કરે છે. એવી દેશ વિરોધી સંસ્થા ક્રોંગ્રેસનો વિરોધ કરી તેના પર કાયદાકીય કાર્યવાહી થાય એ હેતુથી ક્રોંગ્રેસ પાર્ટીનો વિરોધ કરવામાં આવ્યો છે. ક્રોંગ્રેસ પાર્ટી દેશ ભક્ત સાથે નહીં પરંતુ દેશદ્રોહી આતંકવાદી સાથે મળીને દેશને બરબાદ કરી રહી છે. જે બજરંગદળ ક્યારેય ચલાવી લેશે નહીં. જેના સંદર્ભમાં આજે વિરોધ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.