ગોધરા,ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં નીકળ્યો હતો. ત્યારે બાતમી મળી હતી કે, ગોધરા શહેરના મધ્યમાંથી પસાર થતી મેશરી નદીની ધસમાં કેટલાક ઈસમો ભેગા મળીને પત્તા પાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે ચોક્ક્સ બાતમીના આધારે પોલીસે ગત 2 તારીખે મોડીરાત્રે બાતમી વાળી જગ્યાએ છાપો માર્યો હતો. જેમાં પોલીસ ગોળ કુંડાળું વાળીને જુગાર રમતા ચાર ઇસમોને કોર્ડન કરીને ઝડપી પાડયા હતા. પોલીસે પકડાયેલા ઇસમોના નામઠામ પૂછતા તેઓએ પોતાના નામ સિકંદર ઇશાક બેલી, સલમાન અબ્દુલ અજીજ મણકી, રઉફ એહમદ યાયમન અને ઇકબાલ મેહબૂબ રસુલભાઈ ઉર્ફે ઇકબાલ બેટરી જણાવ્યા હતા. પકડાયેલા ચારેય ઇસમોની અંગજડતી કરતા તેઓ પાસેથી કુલ રૂા. 9520 રોકડ તેમજ દાવ પરથી 3780 મળીને કુલ રૂ 13,300 રોકડ મળી આવી હતી. તમામ ઈસમો સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે જુગારધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.