ગોધરા શહેર મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટનું નામ દાખલ થાય અને વર્ષાબેન વસંતકુમાર ભગતનું નામ દુર કરાય તેવી હિન્દુ સમાજ દ્વારા માંંગો.

ગોધરા, પંચમહાલ ગોધરા શહેરમાં આવેલ સી.સ.નં.14/288/1/અ વાળી જમીન મહાલક્ષ્મી માતાની નોંધ નં. 2431/તા.1/6/2013નું રેકર્ડ જોતા 1. નં.1822 તા.26/03/2013 થી રૂા.70,000/-વેચાણની નોંધ છે. વેચાણ કોને આપી તેવો કોઈ નોંધમાં ઉલ્લેખ નથી પરંતુ પટ્ટેદાર શેખ મોહમદ સાદ્દીક ઈસ્માઈલની નોંધ તા.7/8/2013 નારોજ પ્રમાણિત કરેલ છે. નોંધનું રેકર્ડ સી.સ.નં.14/228/1/અ પૈકીમાં બાંધવામાં આવેલ ઉભી ઈમલા ઈમારત કોમ્પ્લેકસવાળા મિલ્કત પૈકી ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ દુકાનો પૈકી યુ/10 પૈકી પશ્ર્ચિમતા બાજુની ચો.મી.8-00ના માપની મ્યુ.ધર નં.7/638/જીએફ/10 વાળી ઉપરદળ દુકાન તથા સમગ્ર બિલ્ડીંગના અંગની વરાડે અંગની વેચાણ આપનારનું નામ છે. પરંતુ આમાં કોઈ જગ્યાએ વર્ષાબેન ભગત (ર) સીદ્દીક યુસુફ છુગ્ગા, (3) ઈલ્યાસ અહેમદ સીંધી વગેરે કોઈ કુલમુખ્તયાર નામો નથી અને પ્રમાણિત કરનારનું સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટનુંં નામ નથી. ત્યારબાદ નોંધ નંં.2487 તા. 19/09/2013 જોતા રજી.ભાડા પટ્ટાની નોંધ જોતા તેમાં ઈલ્યાસ આદમ તાલીયાની અરજી ઈન્ડેકસ (ર) રજી. ભાગ 10.4551 તા.27/08/2013 થી રૂા.1,40,400માં 14/288/1/અ/ના ચો.મી. 1725.77.26ની એકત્રિત જમીન પૈકી પૂર્વતા બાજુના ચો.મી.1060.10.64ની જમીન 97 વર્ષે ભાડા પટ્ટે આપવાની નોંધ કરી ભાડા પટ્ટા આપનાર (1) સીદ્દીક યુસુફ છુગ્ગા અનું 1 થી 3 કુ.મુ.તરીકે સુરૈયા તે સીદ્દીક છુગ્ગાની સધવા (2) સુલતાના તે એહમદ સીંધીની દીકરી (3) વર્ષાબેન વસંતકુમાર ભગત (4) ઈલ્યાસ મોહમદ હુસૈન ઉમરજી અનું નં.4 થી 6ના કુલમુખ્તયાર તરીકે 4 ની નોંધ પટ્ટેદારો ઈલ્યાસ આદમ તાલીયા, હનિફ ઈબ્રાહિમ ગીતેલી, કાસીમ ઈશ્હાક પડેલાની 11/8/2012માં પ્રમાણિત કરેલ છે. જે નોંધ તપાસનાર અધિકારી દ્વારા ચેરીટી કમિશ્ર્નરના હુકમ કુલમુખ્તયાર નામોવાળા ઈસમોનો કયા પ્રકારનો હિન્દુ-મુસ્લીમોનો હકીકત છે. તેવું નોંધમાં જાહેર કોઈ જગ્યાએ કરેલ નથી. આમ, પટ્ટેદાર તરીકે આ ભુમાફિયાઓએ મુસ્લીમ બાઈ ખૈરૂનિશા હીકઝુરહેમાન અબ્દુલ રહિમ ઉમરજીની વિધવાનું નામ છે. જે પણ વિચારવા જેવી બાબત છે. જેની નોંધ નંબર જોતા વેચાણ દસ્તાવેજ નંં.4339 તા.12/09/2008 થી નામંજુરની નોંધ છે. આમ, નોંધ નં.6234 તા.7/10/2017 વેચાણની નોંધની વિગતો જોતા વેચાણ દસ્તાવેજ નં.3461 તા.18/7/2017 થી 1,00,000 પુરામાં ગોધરા સીટી વિસ્તારના સીટી ટીકા નં.14/288/1/અ/2ની ચો.મી.1725-77-16ની એકત્રિત કાર્ડ મુજબના ક્ષેત્રફળની ભાડા હકકવાળી જમીન તથા તે પર બાંધવામાં આવેલ મિલ્કત પૈકી ફકત ફસ્ટ ફલોર પર આવેલ ઓફિસ નં.એફ-6 પૈકી (પશ્ર્ચિમતા બાજુની) ચો.મી.8-00ના માપની બાંધકામવાળી મ્યુ.ધર નં.7/639/એફએફ/6 વાળી ઓફિસ તથા તે વરાડેની ચો.મી.3-00 જમીન ભાડાપટ્ટા હુકક ટ્રાન્સફર કરવાના હકકો સહિત ઓફિસ વેચાણ આપનાર (1) સુરૈયા તે સીદ્દીક છુગ્ગાની સધવા, (ર) સુલતાના તે અહેમદ સીંધીની દીકરી, (3) વર્ષાબેન વસંંતકુમાર ભગતનાઓએ મહાલક્ષ્મી માતાની ટ્રસ્ટની જમીન કુ.મુ.તરીકે સીદ્દીક યુસુફ છુગ્ગા, અસમા ઈલ્યાસ રસુલભાઈ, નજમા અ. જબ્બાર મૌલ્વી, આતેકા જુબેર મલા નાઓ કુ.મુ.તરીકે ઈલ્યાસ મોહમદ હુસૈન ઉમરજીએ બશીર સુલેમાન ચાંદલીયાના નામે 6234 પ્રમાણિત કરેલ છે. આ આપનારો વેચાણ કરનારાઓ કયા હકકથી આવેલની હિન્દુ સમાજની મહાલક્ષ્મી માતાની મંદિરની માલિકી મિલ્કતો વેચવાણા હકકો કયા કયા ચેરીટી કમિશ્ર્નરોએ આપ્યા અને કોના આધારે હિન્દુ સમાજની મિલ્કતો કુ.મુ.નામાઓ કરી મંદિરની જમીનો વેચી રહ્યા છે. જે જીલ્લા કલેકટર પંચમહાલ ગોધરા તથા પ્રાંત અધિકારી ગોધરા તેમજ ચીફ ઓફિસર નગર પાલિકા, સીટી સર્વે સુપ્રિમ ટેન્ડરના સ્થળ સ્થાનિક નિવેદનો હુકમોથી ભુમાફિયાઓની સાચી હકીકતો બહાર આવે તેમ છે. જે ધાર્મિક જમીનો તપાસની વિગતોનો તત્કાલીન અહેવાલ જીલ્લા કલેકટર પંંચમહાલ માંગે અને ધાર્મિક મિલ્કતો ઉપરથી કરેલ બાંધકામની શરતભંગ કરી યોગ્ય કાર્યવાહી થાય તેવી હિન્દુ સમાજની માંગો છે અને ગુજરાત રાજ્ય સરકારના આદેશો અનુસાર મહાલક્ષ્મી માતાનું નામ દાખલ કરશો અને ભુમાફિયાઓ હિન્દુ-મુસ્લીમ દ્વારા તમામ વેચાાણ વ્યવહાર શરત ભંગ અંગેની યોગ્ય કાર્યવાહી કરી કરાવશે.