- ભારત દેશના 20 રાજ્યોના 300 થી વધુ ખેલાડીઓ એ કરાટે સ્પર્ધામાં ભાગ લીધો.
ગોધરા શહેરના રામનગર સ્થિત આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે ગોધરાના ઇતિહાસમાં પહેલી વખત ત્રી દિવસીય ઇન્ડિયા તાઇકવાન્ડોના સહયોગથી સ્ટોપ ગુજરાત અંતર્ગત ચેમ્પિયન ઓફ ચેમ્પિયન કરાટે સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતભરના 20 રાજ્યોના 300 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.ગોધરા ખાતે યોજાયેલ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થી સ્પર્ધામાં સારૂં પરફોર્મન્સ કરી ગોલ્ડ મેડલ જીતશે તો તેવા વિદ્યાર્થીઓને કાનપુર ખાતે યોજાનાર ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ની ફાઇનલમાં ભાગ લેવાની તક મળશે.
કાનપુર ખાતે સારૂ પરફોર્મન્સ કરી ગોલ્ડ મેડલ જીતનાર વિદ્યાર્થીઓને કોરિયા ખાતે યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનમાં ભાગ લેવાની તક મળશે. ગોધરા ખાતે યોજાયેલ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન સ્પર્ધામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી દ્વારા રાજ્યમાંથી આવેલા વિદ્યાર્થીઓ માટે રહેવા અને જમવાની સુંદર સુવિધા પૂરી પાડવામાં આવી હતી.
ગોધરા શહેરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત 9.8.2024 થી 11.8.2024 સુધી ત્રી દિવસીય ઇન્ડિયા તાઇકવાન્ડોના તાયકાના સહયોગથી સ્ટોપ ગુજરાત અંતર્ગત ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ઓલ ગુજરાત તાઇકવાન્ડો એસોસિએશન દ્વારા શ્રી સ્વામિનારાયણ બીએપીએસ મંદિર ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી દ્વારા સારો એવો સહયોગ આપ્યો હતો.તેઓએ ભારતભરના 20 રાજ્યમાંથી 300 જેટલા વિદ્યાર્થીઓ માટે રહેવાની ઉત્તમ સગવડતા તેમજ એસોસિએશનને ઉત્તમ હોલ સેવા આપી હતી.
આ સ્પર્ધામાં ઇન્ડિયાના 20 રાજ્યો જેવા કે હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ,કર્ણાટક, યુપી, દિલ્હી, મહારાષ્ટ્ર, ઉતરાખંડ,ઓરિસ્સા, કેરળ, જમ્મુ કાશ્મીર, આંધ્રપ્રદેશ, ઝારખંડ, દીવ અને દમણ, બિહાર, મણીપુર, આસામ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, રાજ્યના ખેલાડીઓ એ ભાગ લીધો હતો. તેમજ ગોધરા ખાતે સારૂં પરફોર્મન્સ કરી ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને આગામી કાનપુર ખાતે યોજાનારી ચેમ્પિયન ઓફ ચેમ્પિયનની ફાઇનલમાં ભાગ લેવાની તક મળશે અને કાનપુર થી ગોલ્ડ મેડલ જીતનાર વિદ્યાર્થીઓને કોરિયા ખાતે વર્લ્ડ ચેમ્પિયનમાં ભાગ લેવાની તક મળનાર છે.
આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ગોધરા ખાતે કરાટેમાં સારા પરફોર્મન્સ અને જીતવા બદલ ઓલ ગુજરાત તાઇકવાન્ડો એસોસિએશનના સેક્રેટરી વિકાસ વર્મા,પ્રેસિડેન્ટ મનીષ શાહ અને ચેમ્પિયનશિપ ઓર્ગેનાઇઝ ચેરમેન સંજય બામણીયાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા તથા આગામી સ્પર્ધામાં સારો દેખાવો કરે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.