ગોધરા,સમગ્ર દેશમાં આજે ચૈત્ર સુદ નોમ એટલે રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રામનવમીના દિવસ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો પણ જન્મોત્સવ મનાવવામાં આવે છે. ત્યારે ગોધરા શહેરમાં આજે કાછીયા પટેલ સમાજ દ્વારા શ્રી સ્વામિનારાયણ જયંતિની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ગોધરા શહેરમાં સ્વામિનારાયણ ભગવાનના 242 મા જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જે શોભાયાત્રા શ્રી સહજાનંદ સોસાયટી ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતેથી નીકળી હતી. જે શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થતા આકર્ષણનું કેન્દ્ર બની હતી. જેમાં મોટી સંખ્યામાં કાછીયા પટેલ સમાજના લોકો જોડાયા હતાં.