- પ્રભુ ઈસુએ ગુડફ્રાઈડેના દિવસે માનવજાતિ માટે પોતાનું બલિદાન આપ્યું હતું અને ત્રીજા દિવસે પ્રભુ.
ગોધરા,ઈસુ સજીવન થયા હતા. મૃત્યુ પર વિજય મેળવી પ્રભુ ઈસુ આ દિવસ સજીવન થયા હતા.જેને ઈસ્ટર પર્વ તરીકે મનાવવામા આવી રહ્યો છે. ત્યારે ગોધરા સહિત સમગ્ર જિલ્લામાં ખ્રિસ્તી બંધુઓએ આજે આ પર્વનીઉજવણી કરી છે. પ્રાર્થના અને ખ્રિસ યજ્ઞ કરવામાં આવ્યો હતો. સાથે સાથે શનિવારની રાત્રેજાગરણ કરવામાં આવી રહી ખ્રિસ્તી બંધુઓ એકમેકને હેપ્પી ઈસ્ટર કહી શુભેચ્છા પાઠવી છે. અને આ નિમિત્તે દેવળોમાં ખાસ પ્રાર્થના સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે ભજનોની રમઝટ પણ બોલાવામા આવી છે.
ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલા લોકો માટે ઈસ્ટરનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગુડ ફ્રાઈડેના ત્રીજા દિવસે ઉજવવામાં આવતા આ તહેવારને ઈસુ ખ્રિસ્તના નવા જન્મ તરીકે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ઈસુને ગુડ ફ્રાઈડેના દિવસે લોકોના પાપને માથે લઈને પોતાનું બલિદાન આપીને ક્રોસ પર લટકાવવામાં આવ્યા હતા. બાદમાં ત્રીજા દિવસે તે ફરી જીવતા થયા હતા. તેથી લોકો આ દિવસને ઇસ્ટર તરીકે ઉજવે છે. ત્યારે આજરોજ ગોધરા શહેરના એલોહિમ મેથોડિસ્ટ ચર્ચ ખાતે ખ્રિસ્તી સમુદાય દ્વારા ઈસ્ટર પર્વ ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી