- 6 દર્દીઓ કુતરા કરડવાથી ગંભીર ઈજાગ્રસ્ત થતાં વડોદરા ખસેડયા.
- પાલિકા તંત્ર શહેરમાં રખડતા કુતરાના આંતક દુર કરવામાં નિષ્ફળ.
- પાલિકા તંત્ર કુતરાના આંતકને દુર કરવામાં જીવદયાવાળાની કાર્યવાહીથી બચી રહ્યા છે.
ગોધરા,ગોધરા શહેરમાં રખડતા કુતરાનો આતંક વધ્યો છેલ્લા 48 કલાકમાં શહરેના વિવિધ વિસ્તારોમાં 42 લોકોને કુતરા કરડવાના કેશ સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયેલ દર્દીઓ પૈકી 6 દર્દીઓને વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા છે. રખડતા કુતરાના આતંકથી નગરજનો બાનમાં મુકાયા હોય તેવી સ્થિતી પાલિકા તંત્ર રખડતા કુતરા માટે કાર્યવાહી કરવા માંથી બચી રહી છે.
ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા કુતરાનો આતંક સામે આવ્યો છે. નગરમાં રખડતા કુતરાની સંખ્યા વધી રહી છે. તેમાં પણ છેલ્લા કેટલાક સમયથી કુતરા કરડવાના કિસ્સાઓ વધી રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારમાં રખડતા કુતરા કરડવાનો છેલ્લા 48 કલાકમાં 42 લોકોને અચાનક કુતરા બચકા ભરીને ઈજાઓ પહોંચડતા હોય છે. કુતરાના હુમલાથી ડરીને લોકો તેના પ્રતિકાર કરવાથી સ્થિતી પણ રાખી શકતા નથી. ગોધરામાં 48 કલાકમાં 42 લોકો કુતરા કરડવાના કિસ્સાઓમાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા છે. જેમાં કુતરા કરડવાથી ગંંભીર ઈજાગ્રસ્ત 8 દર્દીઓને વડોદરા રીફર કરવામાં આવ્યા છે. ગોધરા પાલિકા વિસ્તારમાં રખડતા કુતરાના વધી રહેલા આતંક છતાં પાલિકા તંત્ર કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી. ભુતકાળમાં શહેરમાં રખડતા કુતરા ત્રાસથી છુટકારો અપાવવા માટે કુતરા પકડવાનુંં પાંજરૂ બનાવી કર્ણાટક ખાતેથી કુતરા પકડવા માટે ખાસ ટ્રેનર ટીમને બોલાવીને કાર્યવાહી કરાઈ હતી પરંતુ હાલના પાલિકા સત્તાધિશોને નગરજનોને રખડતા કુતરા કરડવાના આંતકનુ દુર કરવા કાર્યવાહી કરવા તૈયારી બતાવી રહી નથી અને જો રખડતા કુતરાઓ માટે કોઈ કાર્યવાહી કરીએ તો જીવદયાવાળાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે શું પાલિકા તંંત્ર જીવદયાના નામે લોકોને કુતરા કરડવાના બનાવીથી છુટકારો અપાવે હાલ સ્કુલોમાં પરીક્ષા પુરી થતાં બાળકો ધરે હોય અને ધર બહાર રમતા હોય તેવા સમયે આવા રખડતા કુતરાઓનો ભોગ બની શકે છે. રાજયમાં અત્યાર સુધી 5 થી 7 બાળકોને કુતરાએ ફાડી ખાવાના કિસ્સા પણ બની ચુકયા છે. ત્યારે આવો કોઈ બનાવ બને પછી પાલિકા તંત્ર કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.
બોકસ: નગર પાલિકાના અધિકારીઓ ધોર નિંદ્રામાં….
જોકે, આ સમગ્ર મામલે ગોધરા નગર પાલિકાએ તો અચંબામાં પાડી દે તેવી વાત કરતા જણાવ્યું છે કે, અમે રખડતા શ્ર્વાન મામલે કશું કરી શકીએ તેમ નથી. કારણ કે, જીવદયાવાળા આ બાબતે અમને કશું કરવા દેતા નથી. શ્ર્વાનને પકડવા એ તો પાપ છે, તેવું જીવદયાવાળા પાલિકાને કહીને શ્ર્વાન પકડવા દેતા નથી. ગોધરા પાલિકાના ઇન્ચાર્જ સેનેટરી ઇન્સપેક્ટર જણાવી રહ્યા છે કે અમને ફરિયાદ તો મળે છે, પરંતુ આ સમસ્યાને લઈ હાલ કઈ થઈ શકે તેમ નથી.
બોકસ: કેટલાક ઈન્જેકશનો ઉપલબ્ધ નહિ હોવાના કારણે ભોગ બનનારને વડોદરા રિફર કરવામાં આવે છે….
શ્ર્વાન કરડયા બાદ હડકવા થતો અટકાવવા અને થવાની સંભાવના વચ્ચે ભોગ બનનારને ઇન્જેક્શન મુકવામાં આવે છે. જેના ચાર ડોઝ ભોગ બનનારને લેવા પડતા હોય છે.આ ડોઝ સામાન્ય ઇજાઓ દરમિયાન આપવામાં આવતો હોય છે, પરંતુ શ્ર્વાન કરડવાથી વધુ પડતી ઇજાઓ અને ઊંડો ઘા થાય ત્યારે એન્ટી રેબીઝ સિરમનો ડોઝ ઉપરાંત અન્ય એક ખાસ ઇન્જેક્શન ભોગ બનનારને આપવામાં આવતો હોય છે. જેમાં મસ્ક્યુલર અને જ્યાં ઘા થયો હોય ત્યાં આ ઇન્જેક્શન આપવામાં આવતું હોય છે. આ ઇન્જેક્શન ગોધરા સિવિલ હોસ્પિટલમાં હાલ છેલ્લા કેટલાક દિવસોથી ઉપલબ્ધ નહિં હોવાના કારણે ભોગ બનનારને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વડોદરા રીફર કરવામાં આવી રહ્યા છે.