ગોધરા, ગોધરા શહેરમાં સિંધી સમાજ દ્વારા ભગવાન ઝુલેલાલની 1074મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી સિંધી સમાજના લોકો ઝુલેલાલ મંદિર ખાતે દર્શન માટે ઉમટી પડયા હતા અને એકબીજાને ચેટીચાંદ અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
ગોધરા શહેરમાં સિંધી સમાજના ઈષ્ટદેવ ઝુલેલાલ ભગવાની 1074મી જન્મ જયંતિની ઉજવણી વહેલી સવારથી કરવામાં આવી. શહેરના ચિઠીયાવાડ ખાતે આવેલ ઝુલેલાલ મંંદિરમાં ઝુલેલાલ ભગવાનની મહાઆરતી કરવામાં આવી હતી અને મંંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યુંં. તેમજ મંદિરમાં ભજન કિર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બાદમાંં સિંધી સમાજ હોલમાંં એકઠા થઈ એકબીજાને ચેટીચાંદ અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી અને લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. બપોર બાદ ચિઠીયાવાડ ભગવાન ઝુલેલાલ મંદિર ખાતેથી જ્યોત સાથે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગ ઉપર નિકળી હતી. શોભાયાત્રામાં આયો લાલ..ઝુલેલાલ…ના જયધોષ સાથે લોકો ઝુમી ઉઠયા હ તા. શોભાયાત્રા બહારપુર વરૂણદેવ મંદિર થઈને લાલબાગ બસ સ્ટેશન થઈ જયોતને રામસાગર તળાવ ઝુલેલાલ ખાતે વિર્સજન કરવામાં આવી હતી.