ગોધરા શહેરમાં આવેલ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે બકરી ઈદની ઉજવણીના ભાગરૂપે પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને મુસ્લિમ સમાજના ધર્મગુરૂઓ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનોની અઘ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં બકરી ઈદ પર્વની ઉજવણી થાય તે માટે સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા.
ગોધરા શહેર પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં બકરી ઇદના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ભાઈચારા વચ્ચે ઈદનો તહેવારની ઉજવણી કરવામાં આવે તે માટે બેઠક બોલાવવામાં આવી. ગોધરા શહેરના પોલીસ અધિક્ષકની કચેરી ખાતે યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં ડીવાયએસપી એન.વી.પટેલ અને બી.એલ.દેસાઈ તથા એલસીબી પીઆઇ સહિત મુસ્લિમ સમાજના ઘર્મ ગુરૂઓ તથા શુરા કમિટિના સભ્યો તથા તનજીમુલ મુસ્લિમના સભ્યો સહિત મુસ્લિમ સમાજ આગેવાનો ઈસ્હાક મામની ઈદરીસ દરગાહી સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. બકરી ઈદના દિવસે કોઈપણ સમાજની લાગણી દુભાઈ નહીં તેની કાળજી રાખવા સાથે શાંતિમય વાતાવરણમાં તહેવાર ઉજવાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.