ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે ગુહહ્યા મહોલ્લા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાંથી શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપી પાડયો હતો

ગોધરા, પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં નીકળ્યો હતો, ત્યારે બાતમી મળી હતી કે ગોધરા શહેરના ગુહ્યા મહોલ્લા વિસ્તારમાં ખાલિદા ઇકબાલ અલ્લી નામની મહિલા પોતાના રહેણાંક મકાનમાં શંકાસ્પદ માંસનો જથ્થો રાખીને તેનું વેચાણ કરી રહી છે, જે ચોક્કસ બાતમીના આધારે પોલીસ સ્ટાફ દ્વારા ગત 20 તારીખે સવારના સમયે બાતમી મુજબના રહેણાંક મકાનમાં છાપો મારવામાં આવ્યો હતો, પોલીસને રહેણાંક મકાનમાંથી 35 કિલોગ્રામ શંકાસ્પદ માંસનો જથ્થો મળી આવ્યો હતો, પોલીસે માંસનો જથ્થો તેમજ ત્રણ મોબાઈલ ફોન, ફ્રીઝ અને અન્ય સાધનો મળીને કુલ રૂ 40,730 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો, તેમજ રહેણાંક મકાનમાંથી મળી આવેલો શંકાસ્પદ માંસનો જથ્થો ગૌમાંસ હોવાની આશંકાએ માંસના નમુના તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.