
ગોધરા,
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ અને અગ્નિવીર ટીમને બાતમી મળી હતી કે, ગોધરા શહેરના રહેમતનગર વિસ્તારમાં આવેલ ફરીદ મસ્જિદ પાસે મેશરી નદીના ઢાળમાં ઈસ્માઈલ યાકુબ બોકડાં ચપરાસી ઉર્ફે અમદાવાદી એ પોતાના રહેણાંક મકાનની પાછળ ઝાડીઓમાં કેટલાક ગૌવંશ કતલ કરવામાં ઇરાદે બાંધી રાખ્યા છે. જેના આધારે પોલીસે બાતમી મુજબના વિસ્તારમાં છાપો મારતાં બાતમી મુજબની ઈસમ નાસી છૂટયો હતો. પોલીસે સ્થળ પરથી ક્રૂરતાપૂર્વક બાંધી રાખેલ એક ગૌવંશને ઉગારી લીધો હતો. પોલીસે ગૌવંશને ઉગારી લઈ પાંજરાપોળ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે ગૌવંશને કતલના ઇરાદે રાખનાર ઈસમ ઈસ્માઈલ યાકુબ બોકડા સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ કાયદા હેઠળ ગુનો નોંધ્યો હતો.