ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડા બાદ વિજળી પુરવઠો પૂર્વવત નહિ થતાં લોકોના ટોળાએ હોબાળો કરતો વિડીયો વાયરલ થયો

ગોધરા, પંચમહાલ જીલ્લામાં વાવાઝોડા સાથે પડેલ કમોસમી વરસાદથી ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વિજ પુરવઠો ખોરવાયો હતો. તેને 10 કલાક બાદ પણ વિજ પુરવઠો પૂર્વવત નહિ થતાં લોકોના ટોળા દ્વારા હોબાળો કરતો વિડીયો વાયરલ થયો.

પંચમહાલ જીલ્લામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદને લઈ ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાયો હતો. ગોધરાના અનેક વિસ્તારોમાં 10 કલાક બાદ પણ વિજ પુરવઠો પૂર્વવત નહિ થતાં તેમજ મધ્ય ગુજરાત હેલ્પ લાઈન નંબર દ્વારા પણ ઉડાઉ જવાબ આપતા હોય જેને લઈ લોકો ટોળું વિજ કચેરી ખાતે પહોંચીને હોબાળો મચાવતાો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો. લોકો દ્વારા વિજ કંપની દ્વારા પ્રિમોન્સુન કામગીરી યોગ્ય નહિ કરતાં સામાન્ય વરસાદમાંં વિજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે.