ગોધરા શહેર અને આસપાસના વિસ્તારોમાં મોડી સાંજે મેધરાજાએ મહેર કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી

ગોધરા શહેરમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યુંં હતું અને મોડી સાંજે અચાનક વાતાવરણમાંં પલ્ટા સાથે મેધરાજાએ આખરે મહેર કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ગોધરાની આસપાસમાંં મેધરાજાની પધરામણી થતાં ખેડુતોમાં ખુશી જોવા મળી છે.

ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધણા લાંબા સમયથી અતિશય ગરમી ત્રસ્ત લોકો મેધમહેરની કાગડોળે રાહ જોતા હતા. આજે દિવસભર ગોધરા અને આસપાસના વિસ્તારોમાંં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને મોડી સંાંજે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. મેધરાજાએ મનમૂકીને વરસી પડતાં ગરમીથી આંશીક રાહત અનુભવાઈ છે. રાજ્યના અન્ય જીલ્લાઓ અને તાલુકાઓમાં ચોમાસાના વરસાદની શરૂઆત થઈ જવા પામી છે. પરંતુ ગોધરા શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ નહિ પડતા લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા હતા. જયારે ધરતીપુત્રો પણ વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજરોજ સાંજે મેધરાજાએ મેધમહેર કરતા ગરમી અને ઉકળાટ માંથી રાહત અનુભવાઈ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ગોધરા શહેરના નિચાણવાળા વિસ્તારોના માર્ગો ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.