ગોધરા,
શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી બિલ્ડીંગના એડમિનિસ્ટ્રેટિવ ભવનનું લોકાર્પણ તથા વિવિધ શૈક્ષણિક ભવનો તથા માળખીય સુવિધાઓનો ભૂમિપૂજન સમારોહ કાર્યક્રમ ગોધરા તાલુકાના વિંજોલ ખાતે રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી સાથે પધારેલ મહેમાનોને ખાદીની દોરી તેમજ પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પધારેલ મહોમાનોના વક્તવ્ય સાંભળ્યા હતા. જાંબુઘોડા ખાતે વિવિધ લોકાર્પણ કરવા આવેલ લોકલાડીલા પ્રધાનમંત્રીનો કાર્યક્રમ કોન્ફરન્સના માધ્યમથી બધાએ નિહાળ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાધાની, રાજ્ય કક્ષાના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણના કુબેરભાઈ ડીંડોર, પૂર્વેશ મોદી, શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ, ટ્રાયબલ ચેરના કો. ઓર્ડીનેટર મહેશભાઈ રાઠવા તેમજ પંચમહાલ જિલ્લાના તમામ ધારાસભ્યો જાંબુઘોડાના કકરોલીયા થી ઓનલાઈન કોનફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહયા હતા. આ સાથે ગોધરા તાલુકાના વિંજોલ ખાતે યુનિવર્સિટીના રજિસ્ટાર ડો. અનિલભાઈ સોલંકી, ઉચ્ચ શિક્ષણ કમિશનર ઓફીસથી અધિકારી પધારેલ જોઈન કમિશનર ડો.માધુભાઈ, ડેપ્યુટી ડાયરેક્ટર ડો. બી.કે. પટેલ, મીડિયા સેલના ક્ધવીનર ડો. અજયભાઈ સોની, સાથે ઇ.સી.મેમ્બર, એ.સી મેમ્બર, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મણીબેન રાઠોડ, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ વિભાગના તમામ અનુસ્નાતક વિભાગના વડાઓ તેમજ આસપાસ કોલેજમાં આચાર્યઓ અધ્યાપકો એન.એસ.એસ વિભાગના તમામ સ્વંય સેવકો અને કોલેજમાં અભ્યાસ કરતા 10,000 હજારથી વધારે વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ આસપાસના ગામોના સરપંચો તેમજ વિંજોલ ગામના વડીલો સાથે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કકરોલીથી રૂપિયા 122.18 કરોડના ખર્ચે વિંજોલ ખાતે બનેલ નવનિર્મિત શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટીનું બિલ્ડીંગના એડમિનિસ્ટ્રેટીવ ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ યુનિવર્સિટી બનાવાથી વિદ્યાર્થીઓને અત્યાર સુધી અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં ભણવા જવુ પડતું હતું. જેમાં વિદ્યાર્થીઓને પૈસાની દષ્ટિએ સમયની દષ્ટિએ પણ ખૂબ જહેમત ઉઠાવુ પડતું હતું. હવે આ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી બનવાથી પાંચ જિલ્લાઓ જેમાં મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને બરોડા ગ્રામ્યના વિદ્યાર્થીઓને ખૂબ મોટો ફાયદો થશે. શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ગોધરાના નવીન અધ્યતન સુવિધા યુક્ત સંકુલને લીધે આદિવાસી વિસ્તારના વિધાર્થીઓને ફાયદો થશે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાંકણપુર આર્ટ્સ અને કોમર્સ કોલેજના આચાર્ય ડો. જૈમિનિ શાસ્ત્રીએ કર્યું હતું. ત્યારબાદ અંતમાં રાષ્ટ્રગીત બોલી કાર્યક્રમ આ સાથે દબદબાભેર સંપન્ન થયો હતો.