ગોધરા સેવા સદનમાં વર્ષ ૨૦૧૩નો સફાઈ કામદારનો ભરતી પ્રશ્ન યથાવત

  • અગાઉ ભૂખ હડતાળ દરમ્યાન તંત્રએ ખાત્રી આપ્યા બાદ પણ પૂરતી જગ્યાઓ ભરપાઈ કરવા આનાકાની.
  • માત્ર ૩૬ કામદારોની ભરતીના અભાવે સફાઈનો પ્રશ્ન ઉભો

ગોધરા,
ગોધરા નગર સેવા સદનમાં વર્ષ ૨૦૧૩માં ૧૦૬ સફાઈ કામદારોની ભરતીની મંજૂરી આપી હતી. આજે ૭૦ સફાઈ કામદારોને ૫ વર્ષ ઉપરાંતનો સમય પસાર થવા છતાં બાકી રહેલા ૩૬ કામદારોની ભરતી બાકી રહેતા ગોધરા શહેના વિવિધ વિસ્તારોમાં ગંદકી એ માજા મૂકતાં ફરી એકવાર આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે.

ગોધરા નગરસેવા સદનમાં વર્ષ-૨૦૧૩માં સફાઈ કામદોરીની ભરતી પરમીશન મળેલી હોવાથી ૭૦ કામદારોને ફુલ પગારમાં લેવાના બાકી છે. અને ૩૬ સફાઈ કામદારો બાકી રહેલ છે. તો પરમીશન મળે છે. તો આ સફાઈ કામદારોની ભરતી કરી દેવા વિનંતી છે. સફાઈ કામદારોને છત્રી, ગણવેશ, હાથના પંજા તથા કામદારો સફાઈના દરેક સાધન આપવા માંંગ છે. જો આ આવેદનપત્રના આધારે સત્વરે દિન ૭ માં કાર્યવાહી કરવામાં નહી આવે તો સફાઈ કામદારોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડેશે. જેથી ગત સમયમાં હડતાલ પર સફાઈ કર્મચારી ઉતરેલ હતા પણ ગોધરા નગર સેવા સદન લેખિતમાં જવાબ આપેલ હતો. તે મુજબ લેખિત બાંહેધરીનો કોઈ અમલ કરેલી નથી અને વચન આપેલ હોવા છતાં વચન પાળવામાં આવેલ નથી. એટલે ગોધરા નગર સેવા સદન પર ભરોસો રાખી શકાય તેમ નથી. કામદારો ગરીબ માણસો સફાઈ કામદારોનો પગાર, પેન્શન તથા પી.એફ. બાકી નીકળતા નાણાં જે હોય તે સત્વરે ગોધરા નગર સેવા સદન અમોને ચુકવી આપે તે મુજબનો ધટતો આદેશ કરવા સુચના અપાવી છે.

કુલ ૧૦૬ સફાઈકામદારોની ભરતી કરવાની મંજૂરી આપવામાંં આવેલ હતી અને જે પૈકી ૭૦ સફાઈ કામદારોની ભરતી થયેલ છે અને તે સિવાયના ૩૬ સફાઈ કામદારોની લાંબા સમયથી ભરતી કરવાનંું નગર સેવા સદન દ્વારા કોઈપણ જાતના વ્યાજબી કારણ વગર ટાળવામાં આવે છે અને ખૂબ જ લાંબો સમય પસાર થઈ ગયો છે. અને ૩૬ જેટલા બાકી રહેલા સફાઈ કામદારોના ભવિષ્ય ઉપર અધ્ધર તલવાર તોળાઈ રહેલ છે. હોઈ સત્વરે તેમના ભવિષ્યને નજરમાં રાખી નગર સેવા સદનને તાત્કાલીક રસ દાખવીને આદેશાત્મક હુકમ ધટતું કરવા પુન: વિનંતી કરાઈ રહી છે.