ગોધરા, ગોધરા બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સેશન્સ કોર્ટના જાહેરનામા ભંગના ગુન્હાના 1 વર્ષથી નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે ગોન્દ્રા સર્કલ ખાતેથી પેરોલ ફલો સ્કોર્ડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે આરોપી દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવો જામસિંહ ચૌહાણ (રહે. ભેલીન્દ્રા,કાલોલ) સામે ગોધરા સેશન્સ કોર્ટમાં જાહેરનામા ભંગના ગુન્હામાં એક વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી હોય આ આરોપી બાબતે પેરોલ ફલો સ્કોર્ડને બાતમી મળી હતી કે, આરોપી ગોન્દ્રા સર્કલ પાસે ઉભેલ છે. તેવી બાતમીના આધારે પેરોલ સ્કોર્ડ દ્વારા ઝડપી પાડી બી ડીવીઝન પોલીસને સોંંપવામાં આવ્યો.