ગોધરા સેશન્સ કોર્ટની સામેની સોસાયટીના કોમન પ્લોટના બે નકશા બનાવી વહિવટકર્તાઓ દ્વારા કોમન પ્લોટની વેચણી કરાઈ.

ગોધરા,
ગોધરા સેશન્સ કોર્ટની સામે આવેલ એક સોસાયાટીના કોમન પ્લોટમાં સોસાયટીના વહીવટકર્તાના છોકરા દ્વારા વેચાણ દસ્તાવેજ કરી આપતાં રહિશોમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે.

ગોધરા સેશન્સ કોર્ટની સામે આવેલ સોસાયટીના કોમન પ્લોટમાં લગ્નના પડદાની આડમાં રાતોરાત પાટીયાની ફેન્સીંગ કરી દેવામાં આવી હતી અને આ કોમન પ્લોટના અગાઉ મુળ માલિક દ્વારા કોમન પ્લોટનો દસ્તાવેજ કરી આપ્યો હતો અને તેમાં મકાન બનાવી એમાં એક પ્લોટ સોસાયટીના વહિવટકર્તાના છોકરા દ્વારા કોમન પ્લોટના વેચાણ દસ્તાવેજ કરી આપી કરોડો રૂપીયા લઈ લેવામાં આવ્યા. આ બાબતે સોસાયટીના રહિશોને જાણ થતાં રહિશો દ્વારા નકશાની તપાસ કરતાં જુના નકશાને રીવાઈઝ કરી નવો નકશો મુકવામાં આવ્યો હોય તેવું સામે આવ્યું છે. ત્યારે આ સોસાયટીના કોમન પ્લોટનું વેચાણ બારોબાર કરનાર સામે જીલ્લા કલેકટર દ્વારા તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

આ પણ વાંચો : ગોધરા કસ્બાની નોંધ મંજુર કરાવવા માટે પ્રાંત કચેરીમાં દલાલો દ્વારા કામ નહિ થતાં અન્ય ઓફિસના કર્મચારી દ્વારા નોંધ મંજુર કરાવવા ધમપછાડા.