ગોધરા, ગોધરા સેશન્સ કોર્ટના સામેના કોમન પ્લોટમાં પ્રાઈવેટ નકશો રીવાઈઝ કરી સોસાયટીના વહિવટકર્તાના છોકરા દ્વારા વેચાણ દસ્તાવેજ કરી આપતાં રહિશોમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે. રોડ ટચ સોસાયટીના કોમન પ્લોટમાં સોસાયટીના વહિવટીકર્તાના છોકરા એ હોશિયારી વાપરીને લગ્નના પડદાની આડમાં પાટીયાની ફેન્સીંંગ કરી દેવામાં આવી હતી અને આ કોમન પ્લોટનો કરોડોમાંં વહીવટ કરી વહીવટકર્તાના છોકરા દ્વારા વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યા છે. રજુઆત કર્તા દ્વારા સોસાયટીનો નકશો આપવામાં આવ્યો છે. આ નકશામાં કોમન પ્લોટ દર્શાવાયો છે. ત્યારે આ નકશો કોના દ્વારા રીવાઈઝ કરી દસ્તાવેજ કરાયો હોય તેવું સોસાયટીના રહિશો માં ચકમક ચાલી રહી છે. ત્યારે આ કોમન પ્લોટ માટે નકશો રીવાઈઝ કરીને દસ્તાવેજ કરાયો હોય તેની તપાસ જીલ્લા કલેકટર દ્વારા કરવામાં આવે તે જરૂરી બનીયુ છે.