ગોધરા,
ગોધરા શહેર ભાયરાઉ દેસાઈ રોડ ઉપર આવેલ યુનિયન બેંંકના એટીએમ માંથી સીકયોર વેલ્યુ ઈન્ડીયા પ્રા.લી.માં સાઈડમાં કસ્ટોડિયન તરીકે નોકરી કરતા ઈસમે 4,34,000/-રૂપીયા ઉપાડી અંગત ખર્ચના વાપરી નાખી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગોધરા સરસ્વતી સોસાયટીમાં રહેતા મેહુલકુમાર સુરેશભાઈ ઉપાધ્યાય સીકયોર વેલ્યુ ઈન્ડીયા પ્રા.લી.માંં ગોધરા સાઈડ કસ્ટોડીયન તરીકે નોકરી કરતા હોય જેણે ભાયરાઉ દેસાઈ રોડ ઉ5ર આવેલ યુનિયન બેંક ઓફ ઈન્ડીયાના એટીએમ મશીન માંથી 4,34,000/-રૂપીયા ઉપાડીને પોતાના અંગત ખર્ચમાં વાપરી નાખી પરત નહિ ભરીને નાશી જઈ ગુન્હો કર્યાની ફરિયાદ ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે નોંંધાઈ.ખ