ગોધરા સાતપુલ વિસ્તારના ઈસમે વોટસએપ સ્ટેટ્સમાં પાકિસ્તાન તરફેણ કરતાં વિડીયો લાગણી દુભાવતા અટકાયત કરાઈ

ગોધરા,

ગોધરાના પશ્ર્ચિમના સાતપુલ વિસ્તારમાં રહેતા ઈસમે પોતાના મોબાઈલમાંં વોટસએપ સ્ટેટ્સમાં પાકિસ્તાનની તરફેણ કરતાં વિડીયો મુકીને પાકિસ્તાન ઝીંદાબાદ લખીને સ્ટેટ્સ થકી લાગણી દુભાવમાં આવતાં ગોધરા એસ.એસ.જી.પોલીસે ઈસમની 153 હેઠળ અટકાયત કરવામાં આવી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા સાતપુલ મુસ્લીમ સોસાયટીમાં રહેતા વસીમ ઈબ્રાહીમ ભટુક દ્વારા પોતાના મોબાઈલ ફોનમાં વોટસએપ એપ્લીકેશનમાં સ્ટેટ્સમાં પાકિસ્તાનની તરફેણના વિડીયો અને પાકિસ્તાન ઝીંદાબાદનું લખાણ મુકીને લોકોની લાગણી દુભાવ તથા જ્ઞાતિઓ વચ્ચે દુશ્મનાવટ અને લાગણીને પ્રોત્સાહન ભળે તેવું કૃત્ય કરી ગુન્હો કરતાં ગોધરા એસ.ઓ.જી. પોલીસે વસીમ ભટુકની અટકાયત કરી આ બાબતે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી.