
ગોધરા, પંચમહાલ જીલ્લા એસ.ઓ.જી. પોલીસ પેટ્રોલીંગમાં હોય ત્યારે મળેલ બાતમીના આધારે નવી રોઝી હોટલ સાતપુલ ખાતેથી એક ઈસમને પકડી ઝડપી તપાસ કરતાં ઠાકોર પોલીસ મથક વિસ્તાર માંથી ચોરી થયેલ બાઈક સાથે ઝડપી ચોરીનો ગુન્હો ડીટેકટ કર્યો.
પંચમહાલ એસ.ઓ.જી.પોલીસ ગોધરામાં પેટ્રોલીંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે, નવી રોઝી હોટલ સાતપુલ રોડ ખાતે રીઝવાન ઉર્ફે ગેગા ઈબ્રાહિમ સબુરીયા (રહે. ગેની પ્લોટ)ને સ્પલેન્ડર બાઈક સાથે ઝડપી પાડવામાં આવ્યો હોય બાઈકના આધાર પુરાવા માંગતા નહિ હોવાનુંં જણાવેલ હતું. પોલીસે બાઈક ચોરીની જણાતા બાઈક કિંમત 40,000/-રૂપીયા ઈસમને અટક કરવામાં આવ્યો હતો. પોલીસની બાઈક અંગેની તપાસમાં ડાકોર પોલીસ મ થકમાં બાઈક ચોરીની ફરિયાદ નોધાયેલ હતી. તે બાઈક સાથે ઈસમને ઝડપી ડાકોર પોલીસનો ગુનો ડીટેકટ કરતી એસ.ઓ.જી. પોલીસ તપાસમાં પકડાયેલ આરોપી રીઝવાન ગેગા ઈબ્રાહિમ સબુરીયા ગોધરા બી ડીવીઝન,7 ગુના, એ ડીવીઝન , વેજલપુર, લુણાવાડા, ઠાસરા, હાલોલ, કાલોલ મળી કુલ 150 જેટલા ગુનામાં પકડાયલ છે.