- ૨૯ જુલાઈના રોજ સાતપુલ વિસ્તારમાંથી ચલણ માંથી રદ થયેલ ૪.૫ કરોડની નોટો સાથે ત્રણ ઈસમો ઝડપાયા.
- હાલોલ માંથી ૧૩ ઓગસ્ટના રોજ ૨.૦૦ લાખની નોટો સાથે એક ઈસમ ઝડપ્યો હતો.
- પંચમહાલ જીલ્લાના ગોધરા અને હાલોલમાંથી ભારતીય ચલણમાંથી રદ થયેલ નોટોના જથ્થો અવાર-નવાર પકડાવાની દિશામાં તપાસ જરૂરી.
- ભારતીય ચલણમાંથી ૫૦૦ અને ૧૦૦૦ની નોટો રદ થયેલ હોવા છતાં નોટોની હેરાફેરી કેમ ?
ગોધરા,
ભારત સરકાર વડાપ્રધાન દ્વારા દેશમાંથી કાળું નાણું બહાર કાઢવા માટે ૨૦૧૬ના ઓકટોબર માસમાં ભારતીય ચલણમાંથી રૂપીયા ૧૦૦૦ અને રૂ.૫૦૦ રૂપીયાની નોટ રદ કરવામાં આવી હતી. આવી ભારતીય ચલણ માંથી રદ કરવામાં આવેલ ૫૦૦ અને ૧૦૦૦ રૂપીયાની ચલણી નોટો પંચમહાલ જીલ્લા ગોધરા અને હાલોલ ખાતે એકંદરે પકડાઈ રહી છે. ત્યારે પ્રશ્ર્ન થાય કે ૨૦૧૬ના વર્ષમાં ભારતીય ચલણમાંથી હજાર અને પાંચસોની નોટને રદ કરયા બાદ સરકાર દ્વારા આપવામાં આવેલ છુટછાટ સાથે આવી રદ કરાયેલ નોટો જમા કરાી દેવાઈ હતી. તેમ છતાં અવાર-નવાર આવી ભારતીય ચલણમાંથી દર થયેલ નોટોનો જથ્થો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી રહ્યો છે. ત્યારે ભારતીય ચલણમાંથી રદ થયેલ ૫૦૦ અને ૧૦૦૦ની નોટોનો હાલમાં કયાં કેવી રીતે ઉપયોગ કવામાં આવે છે. તેની તપાસ કરાય તે જરૂરી છે.
૨૦૧૬ના ઓકટોબર માસમાં ભારતીય ચલણમાંથી રૂપીયા ૧૦૦૦ રૂપીયાના દરની તેમજ ૫૦૦ના દરની નોટો રદ કરવામાં આવી હતી. ભારતીય ચલણમાંથી રદ થયેલ નોટોનો મોટો જથ્થો ગોધરા શહેર સાતપુલ વિસ્તારમાંથી અગાઉ ૨૯ જુલાઈ ૨૦૨૦ના રોજ બાતમીના આધારે પોલીસ દ્વારા રૂપીયા ૫૦૦ અને ૧૦૦૦ રૂપીયા કરોડો રૂપીયાની નોટોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. સાતપુલ મહમંદી સોસાયટીમાંથી ભારતીય ચલણમાંથી રદ થયેલ પાંચ કરોડ રૂપીયાની નોટોને ગણવા માટે સ્થાનિક સરકારી બેંકો આંગળીયા પેઢીમાંથી નોટો ગણવાના મશીન ઉપયોગમાં લેવા પડયા હતા. ભારતીય ચલણમાંથી રદ થયેલ ૧૦૦૦ અને ૫૦૦ની પાંચ કરોડની નોટો પકડાઈ હતી. નોટોના પ્રકરણમાં ત્રણ ઈસમો વિરૂદ્ધ બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી. ગોધરા સાતપુલ વિસ્તારમાંથી પકડાયેલ નોટોમાં સુરત કનેકશન સામે આવ્યું હતું.
પંચમહાલ જીલ્લાના હાલોલના મહાદેવ મંદિર પાસેથી ૧૩ ઓકટોબરના રોજ એક ઈસમ ભારતીય ચલણમાંથી રદ કરવામાં આવેલ રૂપીયા ૧૦૦૦ અને ૫૦૦ના દરની નોટો કપડામાં વીટાળીને તનો કયાંક આપવા માટે ફરતો હોય તેવી બાતમી હાલોલ પોલીસ ને મળી હતી. બાતમીના આધારે હાલોલ પોલીસ દ્વારા વડોદરાના બાપોદ હાઉસીંગ મકાન નં.૨ માં રહેતા રમેશભાઈ મનુભાઈ પરમારને ઝડપી પાડવામાંં આવ્યો હતો. પકડાયેલ ઈસમ પાસેથી ભારતીય ચલણમાંથી રદ થયેલ ૫૦૦ રૂપીયાના દરની નોટોના બે બંડલ તથા ૧૦૦૦ રૂપીયાના દરની નોટો ૧ બંડલ મળી રૂપીયા ૨,૦૧,૦૦૦/- રૂપીયાની નોટો ઝડપી પાડવામાં આવી હતી. પકડાયેલ ઈસમની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન આ રદ થયેલ નોટો વડોદરા ખોડીયાર નગર રહેતા અમરભાઈ એ આપી હોવાની કબુલાાત કરી હતી. પોલીસ દ્વારા ચલણમાંથી રદ થયેલ નોટો કયાં પહોંચાડવાની હતી. તેની તપાસ પકડાયેલ અરોપી પાસે કરવાની તજવીજ ચલાવી રહી છે.
આજરોજ ગોધરા બી ડીવીઝન પોલીસને બાતમી મળી હતી કે, સાતપુલ વિસ્તારમાં કારમાં બે ઈસમો ભારતીય ચલણ માંથી રદ થયેલ ૫૦૦ રૂપીયા અને ૧૦૦૦ના દરની નોટો લઈને ફરતા હોવાની બાતમીના આધારે બે ઈસમોને ૧૬.૬૧ લાખની રદ થયેલ ચલણી નોટો સાથે ઝડપી પાડવામાંં આવ્યા છે.
ગોધરા બી ડીવીઝન પોલીસને બાતમી મળી હતી કે, સાતપુલ વિસ્તારમાં બે ઈસમો કારમાં ભારતીય ચલણ માંથી રદ થયેલ હોય તેવી રૂપીયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટો સાથે ફરી રહ્યા છે. તેવી બાતમીના આધારે પોલીસે કારનો પીછો કર્યો હતો અને ભારતીય ચલણમાંથી રદ થયેલ ૫૦૦ના દરની ૨૨૦૦ નોટ તથા ૧૦૦૦ના દરની ૫૬૧ નોટો મળી કુલ ૧૬.૬૧ લાખના બંધ થયેલ ચલણી નોટો સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ભારતીય ચલણમાંથી દર કરાયેલ નોટોના જથ્થા સાથે ઝડપાયેલ બે ઈસમો પૈકી એક ધોધંબા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચના પુત્ર હોવાનું સામે આવ્યું છે. આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી બન્ને ઈસમો દ્વારા આ ચલણી નોટો કયાંથી લાવી કોને આપવાની હતી. તે દિશામાં તપાસ હાથ ધરી છે.