ગોધરા સાર્વજનિક કોલેજના એન.એસ.એસ.કેમ્પસમાં આગનુ મોકડ્રીલ યોજવામાં આવ્યુ


ગોધરા,
શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એન.એસ.એસ.ના વિધાર્થીઓએ કોલેજ કેમ્પસમાં આગ લાગતા તાત્કાલિક કોલેજ કાર્યાલયમાં મુકેલા આગ બુઝાવવાનો સાધનોનો ઉપયોગ કરી ખુબ ઝડપથી ત્વરિત જયાં આગ લાગી હતી ત્યાં આગ ઓલવી એક પ્રશ્રનીય કાર્ય કર્યુ હતુ. એક તબકકે આગ લાગતા વિધાર્થીઓ તથા વિધાર્થીઓમાં ઉહાપોહ મચી જવા પામ્યો હતો. પરંતુ ત્યારપછી ખબર પડી કે આગ લાગી નથી પણ લગાડવામાં આવી હતી અને આવી રીતે ભવિષ્યમાં આગ લાગે ત્યારે એન.એસ.એસ.ના સ્વયંસેવકો કઈ રીતે આગ બુઝાવી શકે એના પ્રયાસો કરાયા હતા. પ્રારંભમાં ત્રણ વિધાર્થીઓને સિલીન્ડર ખોલવામાં તકલીફ અનુભવી હતી પરંતુ બીકોમ સેમ-3ના પ્રિતેશ બારીયા નામના સ્વયંસેવકે સિલીન્ડરની લોક ખોલી આગ બુઝાવવાની કામગીરી કરી હતી. સમગ્ર કાર્યક્રમનુ આયોજન ઓફિસર પ્રોફેસર અરૂણસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ પ્રોફેસર અજીતસિંહ ચોૈહાણ દ્વારા વિધાર્થીઓને કેવી રીતે આગ ઓલવવાના જે સાધનો છે તેનો ઉપયોગ કરવા તેની પે્રક્ટિકલ અને થિયરીકલ માહિતી આપવામાં આવી હતી. જો કે આ સમગ્ર પ્રક્રિયા મોકડ્રીલ તરીકે યોજાઈ હતી.