ગોધરા સર્કિટ હાઉસ બહાર ટ્રાન્સ્ફોર્મરમાં આગ લાગતા ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

ગોધરા,ગોધરા સિવિલ લાઈન્સ રોડ સર્કિટ હાઉસની બહાર આવેલ વીજ ટ્રાન્સ્ફોર્મરમાં અચાનક આગ લાગતા અફરા તફરી મચી જવા પામી હતી. આગની ધટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાયટરો દોડી આવી પાણીનો મારો ચલાવીને આગળ ઉપર કાબુ મેળવ્યો હતો. ટ્રાન્સ્ફોર્મરમાં આગની ધટનાની જાણ થતાં વીજ કંપનીના કર્મચારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. સદ્નસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

ગોધરાના સર્કિટ હાઉસ બહાર આવેલ વીજ ટ્રાન્સ્ફોર્મરમાં આકસ્મિક આગ આગ લાગવાની ધટના બનવા પામી હતી. વીજ ટ્રાન્સ્ફોર્મરમાં આગની ધટનાને લઈ દોડધામ મચી જવા પામી હતી. આગની ધટના અંગે પાલિકા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાયટરો ધટના સ્થળે દોડી આવીને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સર્કિટ હાઉસ બહાર વીજ ટ્રાન્સ્ફોર્મરમાં લાગેલ આગની ધટના અંગે વીજ કંપનીને જાણ કરતા વીજ કર્મચારીઓ ધટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં વીજ ટ્રાન્સ્ફોર્મરમાં આગ લાગવાનુ કારણે ટ્રાન્સ્ફોર્મર નીચે પડેલ કચરાના તણખલાના કારણે આગ લાગી હોય શકે છે. ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવીને ટ્રાન્સ્ફોર્મર સુધી પહોંચે તે પહેલા આગને કાબુમાં લેવામાં આવતા મોટી જાનહાનિ ટળી હતી.