
ગોધરા, વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નેહરૂ યુવા કેન્દ્ર ગોધરા અને સરકારી પોલીટેકનિક કોલેજ ગોધરાના સંયુક્ત ઉપક્રમે એનવાયરમેન્ટ ટોક તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. તેમજ પર્યાવરણની જાળવણી માટે શપથ પણ લેવડાવી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ કાર્યક્રમમાં પોલીટેકનિક કોલેજના આચાર્ય બી.જે. સોનાની, NSS પ્રોગ્રામ ઓફિસર ધવલભાઈ વઢેરા, જે.વી.ભોલંદા, પી.એમ.શાહ, એલ.જે. પડવાલ, એસ.એમ. ગાંધી તેમજ સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમનું આયોજન નેહરૂ યુવા કેન્દ્રના રાષ્ટ્રીય યુવા સેવાકર્મી વ્રજ શાહ દ્વારા કરવામાં આવ્યું.