પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલ આઉટ સોર્સ થી કર્મચારીઓની ભરતી કરતી શ્રીનાથ ટેકનોલોજીસ એજન્સી દ્વારા મોટા પ્રમાણમાં ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આચરવામાં આવી છે. હાલમાં આ એજન્સી દ્વારા હાલમાં કરવામાં આવેલ ભરતીમાંં એક જ ધરના પાંચ વ્યકિતને નોકરી આપવામાં આવી છે.
આઉટ સોર્સ કર્મચારીઓને પુરતું વેતન ચુકવામાંં આવતું નથી અને દર મહિને આઉટ સોર્સ કર્મચારીઓના વેતન માંથી 40 લાખ રૂપીયા જેટલું મસમોટું કૌભાંડ આચરવામાં આવતું હોય આ બાતે અખિલ ભારત હિન્દુ મહાસભાના પ્રભારી દ્વારા મુખ્યમંત્રીને ઉદ્દેશીને જીલ્લા કલેકટરમાં લેખિત રજુઆત કરાઈ છે.
ગોધરા ખાતે સરકારી કચેરીઓમાં આઉટ સોર્સથી કર્મચારીઓની ભરતી કરતી શ્રીનાથ ટેકનોલોજી એજન્સી દ્વારા આઉટ સોર્સ કર્મચારીઓની ભરતી કરવામાં આવતી હોય છે. આ એજન્સી દ્વારા હાલમાં આઉટ સોર્સથી કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી. આ ભરતીમાં એક જ પરિવારના પાંંચ સભ્યોને નોકરી આપવામાં આવી છે. આ એજન્સીને લાગતા વળગતા તમામ કોન્ટ્રાકટર તેના મળતીયાઓને આપવામાં આવે છે. હાલમાં થયેલ ભરતી રદ કરી ફરીથી ભરતી કરવામાં આવે. જેથી સાચા અને મહેનતું બેરોજગાર યુવાનોને કામ કરવાનો મોકો મળી શકે છે.
શ્રીનાથ એજન્સી દ્વારા આઉટ સોર્સ કર્મચારીઓને પગાર પેટેની રકમ પુરતું આપવામાં આવતું નથી અને બોનસ પણ પુરુ પાંડવામાંં આવતું નથી. દર મહિને આઉટ સોર્સ કર્મચારીઓના પગાર માંથી 40,00,000/-રૂપીયાનું મસમોટું ગોટાળો કરી કૌભાંડ આચરવામાં આવે છે અને એજન્સી દ્વારા આઉટ સોર્સ કર્મચારીઓનું શોષણ કરવામાં આવતું હોય તેની તપાસ કરી યોગ્ય પગલાં ભરવામાંં આવે તેવી માંગ સાથે અખિલ ભારત હિન્દુ મહાસભાના પ્રભારી આશીષ પટેલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશી કરેલ રજુઆત પંચમહાલ જીલ્લા કલેકટરને કરવામાં આવી.