- સિવિલ હોસ્પિટલના સત્તાધિશો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા માટે દર્દીઓ માંથી માંગ ઉઠી.
- સોનોગ્રાફિ માટે નાણાં ખર્ચી ખાનગી તબીબ પાસે જવા મજબુર.
ગોધરા,પંચમહાલ જીલ્લાના ગોધરામાં આવેલ સિવિલ હોસ્પિટલમાં જીલ્લા અને મહિસાગર જીલ્લાના મોટી સંખ્યામાં સારવાર માટે આવતા હોય છે. સિવિલ હોસ્પિટલના રેડિયોલોજીસ્ટ એક સપ્તાહની રજા ઉપર ચાલ્યા ગયેલ હોય જેને લઈ સરકારી હોસ્પિટલમાં સોનોગ્રાફી માટે આવતાં દર્દીઓને પરત ફરવું પડે છે અને ખાનગી તબીબો પાસે નાણાં ખર્ચવા માટે મજબુર બન્યા છે. ત્યારે સત્તાધીશો દ્વારા અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.
ગોધરા ખાતે આવેલ સરકારી સિવિલ હોસ્પિટલ પંચમહાલ જીલ્લા તેમજ મહિસાગર જીલ્લાના દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર માટે આવતા હોય છે. દર્દીઓને યોગ્ય સારવાર મળે તે આશા સાથે ગોધરા ગોધરા સિવિલમાં આવતા હોય છે પરંતુ સિવિલ હોસ્પિટલમાં રેડિયોલોજીસ્ટ તબીબ છેલ્લા એક સપ્તાહથી રજા ઉપર ઉતરી ગયેલ છે. જેને લઈ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ દર્દીઓ સોનોગ્રાફી માટે ખાનગી તબીબને નાણાં ખર્ચીને જવા મજબુર બન્યા છે. સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ અને જે દર્દીઓ સોનોગ્રાફીની જરૂરીયાત હોય તેવા દર્દીઓ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને મળીને રેડિયોલોજીસ્ટ તબીબ રજા પર જતાંં પડતી મુશ્કેલીઓ અંગે રજુઆત કરાઈ છે. પરંતુ ગોધરા સિવિલ હોસ્પિટલના સત્તાધિશો દ્વારા રેડિયોલોજીસ્ટ તબીબની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાંં આવી નથી. હાલ ઉનાળાની ગરમીમાં દર્દીઓ ભુખ્યા અને તરસ્યા સરકારી હોસ્પિટલમાં રેડિયોલોજીસ્ટની રાહ જોઈને બેસી રહેતા હોય છે. પરંતુ રેડિયોલોજીસ્ટ રજા ઉપર હોવાથી સોનોગ્રાફી થાય નહિ તેમ કહેવામાંં આવતા ખાનગી તબીબ પાસે નાણા ખર્ચીને સોનોગ્રાફી માટે જવું પડતું હોય છે.
સિવિલ હોસ્પિટલના સત્તાધિશો દ્વારા રેડિયોલોજીસ્ટ હાજર ન હોવાની દર્દીઓને વેઠવી પડતી હાલાકી અંગે જણાવ્યું કે, ફરજ ઉપરના રેડિયોલોજીસ્ટ હાલ અકસ્માતગ્રસ્ત બન્યા છે. ત્યારે સત્તાધિશો દ્વારા અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.