ગોધરા,
ગોધરાના સાંપા રોડ ગોવિંદી ગ્રાઉન્ડમાં આરોપી ઈસમ મોબાઈલ ફોન ગુગલ કોમ બ્રાઉઝરમાં આઈ.ડી. દ્વારા ક્રિકેટ સટ્ટા બેટીંંગના જુગારનો સટ્ટો રમાડતા એ ડીવીઝન પોલીસે ઝડપ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરાના સાંપા રોડ ગોવિંદી ગ્રાઉન્ડમાં આરોપી હસમુખ ઉર્ફે પપ્પુ સોમાભાઈ વણકર રહે. શ્યામલ એપાર્ટમેન્ટ, ગોધરા પોતાના મોબાઈલ ફોનમાં ગુગલ કોમ બ્રાઉઝર આઈ.ડી. દ્વારા ક્રિકેટ સટ્ટા બેટીંગની હારજીતનો જુગાર રમી રમાડતા હોય તે સ્થળેથી એ ડીવીઝન પોલીસે આરોપીને મોબાઈલ ફોન સાથે ઝડપી પાડવામાં આવ્યો. આ બાબતે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.