ગોધરા સાંદિપની વિદ્યામંદિર ખાતે 5 સપ્ટેમ્બર શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી ત્યારે શાળામાં અભ્યાસ કરતાંં વિદ્યાર્થીઓ 1 દિવસ માટે શિક્ષક બની આનંદની લાગણી વ્યકત કરી હતી.
5 સપ્ટેમ્બર ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસ હોય જેને શિક્ષક દિન તરીકે ઉજવણી કરાય છે. ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ 5 સપ્ટેમ્બર 1888માં આંધ્રપ્રદેશના નાનકડા ગામમાં થયો હતો. ર્ડા. રાધાક્રિષ્ણ એન ફિલસુપર વિદ્વાન તેમજ રાજનેતા હતા. જેમણે 1962 થી 1967 સુધી ભારતના બીજા રાષ્ટ્રપિતા તરીકે સેવા આપી હતી. તેમના શિક્ષણક્ષેત્રમાં યોગદાનના સન્માનમાં શિક્ષક દિવસ તરીકે ઉજવણી થાય છે. શિક્ષણ દિનના રોજ શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ 1 દિવસ માટે શિક્ષક બનતા હોય છે. ત્યારે શિક્ષક દિન નિમિત્તે સાંદિપની વિદ્યામંદિરમાં અભ્યાસ કરતાં બાળકો 1 દિવસ માટે શિક્ષક તરીકેની ફરજ બજાવી હતી. 1 દિવસ માટે શિક્ષક બનેલ બાળકોને શાળા સંચાલક, આચાર્ય તેમજ શિક્ષકો પ્રેરણા અને પ્રોત્સાહિત કરતાં બાળકો એક દિવસ શિક્ષક બનીને આનંદિત થયા હતા.