ગોધરા,ગોધરા સાંપા રોડ સંતકેવલ સોસાયટીના બંધ મકાનના પાછળના દરવાજાનો તાળુ નકુચા સાથે તોડી ધરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના 33,500/-રૂપીયાની ચોરી કરી જતાં ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા સાંપા રોડ સંતકેવલ સોસાયટીમાં રહેતા ગૌરીબેન રમેશભાઈ સોલંકીના બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યુંં હતું અને ધરના પાછળના દરવાજાને મારેલ તાળું નકુચા સાથે ધરની અંદર પ્રવેશ કરી તિજોરીમાં રાખેલ સોના-ચાંદીના દાગીના કિંમત 333,500/-રૂપીયાની મત્તાની ચોરી કર્યાની ફરિયાદ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.