ગોધરાની સહયોગ ક્રેડિટ સો. ફડચામાં ગયાની અફવા કરાતા લોક ટોળા ઉમટયા

  • પોતાની મહામૂલી સંપતિ સોસાયટીમાં જમા કરાવ્યા બાદ આખરે હાથતાળી અપાઈ.
  • વહેલી સવારથી અફવાનું બજાર ગરમ થતાં લોકટોળા ઉમટતા પોલીસ બોલાવાઈ.

ગોધરા,પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરામાં ધીરેધીરે સહકારી પ્રવૃતિ ધમધોકાર બનીને લોક વિશ્ર્વાસ જાળવવાનો પ્રયત્ન કરાઈ રહેલો છે. જેમાં શહેરની સહકારી સંસ્થા ગણાતી એવા ગોધરા નવા બજાર ખાતે આવેલી સહયોગ ક્રેડિટ સોસાયટી છેલ્લા ઘણા વર્ષોથી ગ્રાહકોને સુવિધા પુરી પાડીને એક સહકારી ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવ્યંું છે.

છેલ્લા કેટલાક સમય થી વિશ્ર્વાસ સંપાદન થતાં વહેપારી સહિતના અગ્રણીઓએ વિશ્ર્વાસ મૂકીને સહયોગ ક્રેડીટ સોસાયટીમાં જીવના સાચવેલી થાપણ મૂકી હતી. સહકારી નિયમ પ્રમાણે યોગ્ય વ્યાજ મળવાની આશા સેવીને વહેપારીઓએ પોતાની થાપણો બેંકમાં મૂકી હતી. પરંતુ ધીરેધીરે આ ક્રેડિટ સોસાયટી એ પોતાની વિશ્ર્વાસનીયતા ગુમાવી બેઠી હતી. જેમાં છેલ્લા ૧૦ દિવસના સમય ઉપરાંતથી બેંકમાં ખાતેદાર દ્વારા લેવડ દેવડ કરવાની માંગણી કરવામાં આવવા છતાંં સોસાયટીના સંચાલકો દ્વારા નાણાકીય લેવડ દેવડ કરવામાં આવતી ન હતી. લેવડ દેવડ કરવામાં ન આવતાં વિશ્ર્વાસુ ખાતેદારોને અઠવાિ૯યા ઉપરાંતનો સમય વિત્યા બાદ પોતાની મૂળી પરત ન મળતા અવિશ્ર્વાસ પેદા થતાં આખરે સોમવારના રોજ નવા બજાર આવેલ સહયોગ ક્રેડિટ સોસાયટી સંસ્થા ઉપર વહેલી સવારે ખાતેદારોની લાઈન લાગી હતી. પોતાનો મૂલ્યવાન સંપતિ અકબંધ તથા પરત મેળવવાની સાથે ખાતેદારો ઉમટ્યા હતા.

લોક ટોળા જામવાની સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આવા માહોલ વચ્ચે બેન્ક બંધ થવાની જાણ થતાં જ ખાતેદારો પોતાના નાણાં લેવા માટે દોડી ગયા હતા. આવી મોંધવારીના સમયમાં અને કોરોનાકાળ ચાલી રહ્યો છે. ત્યારે ધંધા-રોજગાર ઠપ્પ રહ્યા હતા. ત્યારે એક બાંધેને અને તેર તૂટે તેવી આર્થિક હાલાત બની રહી હતી. આવા કપરા સમયમાં જીવની જેમ સાચવેલી મૂડી આવી ગોધરાની નામંાકીત ગણાતી સહયોગ ક્રેડિટ સોસાયટીમાં થાપણ મૂકીને વ્યાજ મેળવવાનો મુનાસીબ માન્યું હતું. પરંતુ ગેરવહિવટને કારણે ક્રેડિટ સોસાયટી રાતોરાત ઉડી ગઈ અને થાપણોનો કોઈ હિસાબ ન હોવાને લઈને સાદી ભાષામાં સોસાયટી ઉડી ગઈ હોવાની અફવાઓનો બજાર ધૂમ મચાવતા ગોધરા શહેરના વિવિધ વિસ્તારમાંથી રહેતા થાપણદારોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. પોતાની જિંદગીની બચત કરેલી મૂડી ગુમાવવાની બીકે ખાતેદારો દોડી ગયા હતા. કલાકો સુધી હોબાળો સર્જાતા આખરે ખાતેદારોએ મેનેજર પાસે લેખિતમાં નાણાં ચૂકવવા અંગેની ખાતરી અપાઈ હતી. પોતાની મૂડી ચૂકવતા નહિં હોવાનો આક્ષેપ કરાતા આખરે બેન્ક સત્તાધીશોએ પોલીસ બોલાવી હતી. આવા સમયનો બેન્ક મેનેજરે બેન્ક લોકડાઉનને લઈ આર્થિક સંકડામણમાં હોવાનું કબુલ્યુ અને બેન્ક બંધ થવાના આક્ષેપો નકાર્યા હતા.