ગોધરા, પંચમહાલ જીલ્લામાં ગોધરા સહિતના તમામ ગામોમાં આજે ગણેશ ચતુર્થીના પર્વએ શ્રીજીની મૂર્તિ ઓની અસ્થા અને ભકિતભાવ સાથે સ્થાપન કરવામાં આવી. પાંચ દિવસ સુધી શ્રીજીનુંં આતીથ્ય ભાવથી પૂજા-અર્ચના કરવામાં ભકતો લીન બન્યા છે.
ગોધરા શહેરમાં ગણેશ મંડળો અને ગણેશ ભકતો દ્વારા આજે ગણેશ ચતુર્થીના પાવન દિવસે પંડાલો અને ધરોમાં લાવેલ શ્રીજીની મનમોહક મૂર્તિઓ શણગાર કરી વિધીવત રીતે પાંચ દિવસનું ભકતોનુંં આતિથ્ય ભાવ માટે ભગવાન શ્રીજીની મૂર્તિઓનુંં મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરવામાં આવી. ગોધરામાં આવનાર પાંચ દિવસ સુધી શ્રીજી ભકતો પંડાલો અને ધરમાં સ્થાપિત કરેલ શ્રીજીની મૂર્તિઓનું આસ્થા ભકિતભાવ સાથે ભકિતમાં લીન બન્યા છે. ગોધરા સહિત પંચમહાલ જીલ્લાના મોટા નગરો અને ગ્રામ્ય વિસ્તારોમાંં પણ ભગવાન શ્રીજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. શ્રીજીની આતિથ્યભાવમાં કોઇ કમી ન રહી જાય તેનું ભકતો વિચારી રહ્યા છે. જ્યારે બીજી તરફ ગોધરામાં પાંચ દિવસ બાદ યોજાનાર શ્રીજીથી સ્થાપિત મૂર્તિઓની વિર્સજન યાત્રાને લઈ જીલ્લા વહીવટી તંત્ર પણ કામે લાગ્યુંં છે. શહેરના વિર્સજન રૂટ ઉપર સીસી ટીવી કેમેરા, લાઇટો અને રસ્તાઓ માટે કામગીરી હાથ ધરી છે.