ચોમાસાએ વિદાય લીધી છતાંં ગોધરાના વિવિધ વિસ્તારોમાં બિસ્માર રસ્તાઓથી લોકો ત્રાહિમામ

  • ચોમાસા પૂર્વે લોકડાઉનમાં બિસ્માર રસ્તાઓની ગોધરા પાલિકા એ મરામત ન કરી.
  • આ બિસ્માર રસ્તાઓનું ચોમાસામાં વરસાદથી ધોવાણ થઈ તૂટફૂટ થયા.
  • મહિનાઓથી તૂટફૂટ થયેલા રસ્તાઓ ઉપર આવનજાવન કરવામાં વાહન ચાલકો તથા રાહદારીઓને મુશ્કેલી.
  • કોન્ટ્રાકટરની તકલાદી કામની પોલ ખૂલી.
  • બસ સ્ટેન્ડના પ્રવેશદ્વાર પાસે ઢીંચણ સમો ખાડાથી ગોધરાના થતા દર્શન.
  • નજીકમાં ચુંટણી છતાં પાલિકાના સત્તાધીશો ઘોર નિંદ્રામાં.
  • રસ્તા જેવી પાયાની સુવિધા આપવામાં પ્રજાનું હિત સભ્યોના હૈયે નથી.
  • રસ્તાના ત્રાસમાંથી મુકિત મળશે કે વોહી રફતાર.
  • પ્રજા હવે જાગૃત થઈ જતા સભ્યોની લોભ લાલચમાં નહીં આવે.
  • આગામી ચુંટણીમાં નારાજગી પ્રજા વ્યકત કરીને જૂના જોગીયોને ઘર ભેગા કરે તેવી ભીંતિ.
  • બજેટ પ્રમાણે રસ્તાના કામો ન થતાં સંભવિત પૂરતા નાણા વણવપરાયેલ છે.

ગોધરા,
હવે લગભગ ચોમાસું વિદાય લીધું છે. પહેલેથી ગોધરા શહેરના વિવિધ વિસ્તારોના બિસ્માર રસ્તાનું મરામત ન કરતા અને ચોમાસામાં આ રસ્તાઓનું ધોવાણ થઈને મસમોટા ખાડા સર્જાયેલા છે. તેમાંય બસ સ્ટેન્ડના પ્રવેશદ્વાર પાસે ઢીંચણસમા ખાડો છે. અને લોકોને પસાર થવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. સામે ચુટણી આવે છે અને નગરપાલિકાની સુવિધા બાબતે ઉદાસીનતા સેવાતા કદાચ મતદાન વખતે પ્રજા નારાજગી વ્યકત કરીને જૂના જોગીયોને ઘર ભેગા કરે તો નવાઈ નહીં ત્યારે વહેલીતકે રસ્તાનું મરામત થાય તેવી માંગ છે.

પંચમહાલ જીલ્લાનું વડુ મથક ગોધરા છે. ગોધરામાં રોજીંદા ગ્રામ્ય તથા જીલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પ્રજા કામ અર્થે આવે છે. પરંતુ શહેરના જુદા જુદા વિસ્તારના માર્ગો બિસ્માર હાલતના કારણે અનેક મુશ્કેલીઓ સાથે વિકાસન નામે મીંડુ જેવી વિપરીત છાપ લઈને જાય છે. શહેરના બસ સ્ટેન્ડ, ભુરાવાવ, બગીચા રોડ, તળાવ રોડ, બામરોલી રોડ, પોલન બજાર સહિતના મહત્વના વિસ્તારોમાં તેમાંય બસ સ્ટેન્ડના પ્રવેશ દ્વાર પાસે ઢીંચણસમા ખાડા સર્જાતા બસમાં મુસાફરી કરનાર મુસાફરોને આ ખાડાના અનુભવ સાથે ગોધરાનું આગમન થયો હોવાનો અહેસાસ થાય છે. જીલ્લાની મોટામાં મોટી નગરપાલિકા ગોધરા દ્વારા દર વર્ષે રસ્તા, પાણી, વીજળી સેવાના બદલે અન્ય નગરપાલિકાની સરખામણીમાં ઊંચા કરવેરા વસૂલવામાં આવે છે. તેમ છતાં પુરતી સુવિધા આપવામાં નગરપાલિકા દ્વારા ઉદાસીનતા સેવાઈ રહેતા પ્રજા હેરાન પરેશાન બનીને પાલિકાના સત્તાધીશોના વહીવટ સામે અનેક પ્રશ્ર્નાર્થો સર્જે છે. લોકડાઉન વખતે ગોધરા નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારના બિસ્માર માર્ગોની મરામત કરવાનું ટાળ્યું હતું. માથે ચોમાસંું હોવા છતાં મરામતની અનદેખી કરાઈ હતી. જ્યારે લોકડાઉનમાંથી મુકિત મળતા ચોમાસાની શ‚આત થઈ હતી અને આ ખાડા સર્જાયેલા રસ્તાની મરામત ન કરાતા ઠેરઠેર પાણીના ખાબોચિયા ભરેલા રહેતા પસાર થતા રાહદારીઓ તથા વાહન ચાલકોને ભારે વિપદા પડી રહી હતી. મરામતની માંંગ કરવા છતાં નગરપાલિકાના સભ્યોને રજૂઆત કરવા છતાં ગ્રાન્ટ નથી તેવા બ્હાના બતાવીને રસ્તા સુવિધા આપવામાં પાલિકાએ પ્રજાને ઠીંગો દર્શાવ્યો હતો.

એવું કહેવાય છે કે, ચાલુ વર્ષ લોકડાઉનના કારણે નવા રસ્તા બન્યા નથી કે બિસ્માર રસ્તાની મરામત હાથ ધરવામાં આવ્યું નથી. જોકે હાલ ચોમાસા એ લગભગ વિદાય લીધી છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી બિસ્માર રસ્તાને લઈને આમપ્રજા તથા વાહન ચાલકો ભારે ત્રાહિમામ પોકારી ઊઠયા છે. કેટલીક જગ્યાએ ફૂટ ફૂટના ખાડા પડતા અહીંથી આવન જાવન કરતા લોકોને ભારી તકલીફ પડી રહ્યું છે અને નગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવંું લાગી રહ્યંું છે. નગરપાલિકાના ચુંટાયેલા સભ્યો માત્ર ચુંટણી વખતે ઠાલા વચનો આપીને માત્ર વોટ બેંક તરીકે લોકોના ઉપયોગ કરે છે અને ચુંટાઈ ગયા પછી શહેરી બાવાઓ પ્રજાની મુશ્કેલી અંગે લાપરવા બનેલા હોવાથી લોકોમાં સત્તાધીશ સભ્યો વિરૂદ્ધ છુપો અસંતોષ વ્યાપેલો જોવા મળે છે.
પહેલીથી જ રસ્તાઓ બિસ્માર હાલતમાં હતા અને સતત વરસાદ અને વાહનોની અવર જવરના કારણે મટીરીયલ્સનું પાણી સાથે ઘોવાણ થઈને વધુ બિસ્માર હાલત બનતા તકલાદી કામ કર્યું હોવાનું કોન્ટ્રાકટર્સ અને નગરપાલિકાની પોલ ખૂલી ગયા બાદ પણ આંખો ખૂલતી નથી અને લોકોની મુશ્કેલી દુર કરવા ચુંટાયેલા સભ્યોના પેટનું પાણી હાલતું નથી. આ સભ્યો એ નવા રસ્તા તો ઠીક પણ તૂટફૂટ થયેલા રસ્તાની મરામર જેવું હિત પણ તેઓના હૈયે સમાવેલું ન હોવાથી પ્રજામાં ભારે નારાજગી છે. આ રસ્તાના પ્રશ્ર્ન ઉદાસીન રહેતા સભ્યો કયારે આપદામાંથી મુકિત અપાવશે. શું તેના માટે શુભમર્હુતની રાહ જોવાય છે. એક તરફ નગરપાલિકાની ચુંટણીના બ્યુગલ ફુંકાવવાની અને ચુંટણીની તારીખની ઘોષણા ગણતરીના દિવસોમાં કરનાર છે અને ચંુંટણી આચારસંહિતા લાગુ પડી જવાથી રસ્તાના કામો કે ટેન્ડર કરી શકાય તેમ નથી આવી હાલતમાં રસ્તાઓની સુવિધા પ્રાપ્ત ન થઈને મુશ્કેલી યથાવત રહેનાર છે. જો પાલિકાના સભ્યો રસ્તા માટે જાગૃત બન્યા હોત તો ચોમાસામાં રસ્તાનું મરામત થઈને સુવિધા પ્રાપ્ત થઈ શકી હોત હવે ચુંટણી નજીક હોવાથી આ રસ્તાની નારાજગી મતદાન વખતે પડનાર હોવાની ભીતિ સેવાઈ રહી છે. જેના કારણે હાલના જૂના સભ્યો પુન: ચુંટાશે કે કેમ તેમ પ્રશ્ર્નાર્થ પ્રજામાં છે. જો ચુંટાયેલા નવા સભ્યો પાયાની સુવિધા બાબતે જાગૃત રહેશે કે ફરી વહી રફતાર બનશે. હાલની પરિસ્થિતી જોતા હવે મતદારો જાગૃત બની ગયા છે. કોઈ લાભ લાલચમાં સભ્યોની વાતોમાં આવે તેમ નથી.હાલમાં જો વહેલી તકે રસ્તાની મરામત નહી થાય તો તેની નારાજગી ચુંટણી વખતે પ્રજા કરે છેવટે જૂના જોગીઓને ઘર ભેગા કરે તો નવાઈ નહીં.