ગુજરાતમાં અનેક શહેરોમાં અસલી અને નકલી કિન્નરો વચ્ચે નાણાં ઉઘરાવવાને લઈને અનેક વાર વિવાદો થયાં છે. ત્યારે 6 માસ અગાઉ ટ્રેનમાં નાણાં ઉઘરાવવાના મુદ્દે દાહોદના 6 કિન્નરો અને રાજસ્થાનની મહિલા વચ્ચે મારામારીની ઘટના ધટી હતી.
ત્યારબાદ સમાધાન પણ થઇ ગયુ હોવાનું રાજસ્થાનની અને હાલ વડોદરા રહેતી મહિલા પાસે જાણવા મળ્યુ હતુ.ત્યારે સોમવારે ગોધરા રેલવે સ્ટેશન ખાતે પ્લેટફરોર્મ ન.1 પર જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ રેલવે કોર્ટની બહાર બપોરના સમયે ફરીથી રાજસ્થાનની અને હાલ વડોદરા રહેતી મહિલા અને કિન્નર સામે સામી આવી જતા ફરીથી મહિલા અને કિન્નર વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. અને લોકટોળા એકત્ર થઇ ગયા હતા. મારામારી થતા સ્થાનિકોએ દરમિયાનગીરી કરી બંને પક્ષોમાં સમાધાન કરાવી મામલો થાળે પાડ્યો હતો.