ગોધરા શહેરના ખાડી ફળીયા વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશનની સામે આવેલા તળાવની ખાડીમાં એક અજાણી યુવતીની લાશ મળી આવી હતી. જેના કારણે આજુબાજુના લોકટોળા ઉમટી પડ્યા હતા. આ બનાવની જાણ બી ડિવિઝન પોલીસને થતાં ઘટનાસ્થળે દોડી આવી હતી તપાસ હાથ ધરી હતી.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા શહેરના ખાડી ફળીયા વિસ્તારના મારવાડીવાસ સામે આવેલા સ્ટેશનની સામે એક તળાવની ખાડીમાં એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. જેના કારણે આજુબાજુના લોકટોળાઓ ઉમટી પડ્યા હતા. ત્યારબાદ આ બનાવની જાણ સ્થાનિક બી ડિવિઝન પોલીસને થતા ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. જેમાં મહિલાનું કયા કારણોસર મોત થયું છે તેની વધારે તપાસ આદરી હતી. હાલ તો પોલીસે 108 એમ્બ્યુલન્સ દ્વારા લાશ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.